GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari; આઇ.ટી.આઇ.જલાલપોરમાં પ્રથમ રાઉન્ડમાં વિવિઘ કોર્સમાં ૧૯૨ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૧: ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જલાલપોર ખાતે પ્રથમ રાઉન્ડમાં ફીટર-૨૦, વાયરમેન-૨૦, ઈલેક્ટ્રીશીયન-૨૦, કોમ્પ્યુટર ઓપરેટર-૪૮, વેલ્ડર-૪૦, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક – ૨૪, ડ્રોન એસેમ્બલિંગ એડ મેન્યુફેક્ચરીંગ – ૨૦ મળી કુલ ૧૯૨ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતેથી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. આથી પ્રવેશવાંછુક ઉમેદવારો ઉક્ત સંસ્થા ખાતેથી અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in ઉપરથી ભરી  ઔદ્યોગિક તાલીમ સંસ્થા -જલાલપોર, ખમ્ભલાવ, રાણીયા ફળીયા, આટની રૂબરૂ મુલાકાત લેવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા–જલાલપોરના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!