શહેરા તાલુકાના મિઠાલી ગામના જંગલમાં ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા ઇકો ગાડીની અટકાયત કરી રૂપિયા 5 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના મિઠાલી ગામના જંગલમાં ખાંડિયા ખાતે ફોરેસ્ટ વિભાગના આર. એસ. ચૌહાણ વનપાલ તેમજ 2 વન રક્ષક સ્ટાફ સાથે ફેરણું કરતાં ત્યારે તેઓને કુહાડી વડે ઝાડ કાપવાનો આવાજ આવતાં તેઓ દ્વારા નાકાબંધી કરી અજાણ્યા ઈસમો ઉપર ચારે તરફ વોચ રાખવામાં આવી હતી. ખાંડિયા રાઉન્ડ સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાએ નાકા બંધી કરતા મીઠાલી ખાડીયા જંગલની વચ્ચે જતા સાંકડા રસ્તામાં ઈકો ગાડી નંબર GJ-17 BH 4664 આવતી હતી ત્યારે તે ગાડીને ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા રોકી તપાસ કરતા જેમાં ગેરકાયદેસર જંગલના ખેરના તાજા લીલા લાકડા ભરેલા મળી આવતા મીઠાલી પટેલ ફળિયાના રહેવાસી ઇકો ગાડી ડ્રાઈવર ઘનશ્યામકુમાર સાલમસિહ પટેલ અને તેમની સાથે પટેલ મહેશભાઈ રંગીતભાઈ સહિત ઇકો ગાડીની અટકાયત કરી ગાડી સહિત અંદાજે રૂપિયા 5 લાખ જેટલો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કબજે કરેલ મુદ્દા માલ શહેરા રેન્જ કંપાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે.






