AHAVADANGGUJARAT

દક્ષિણ ડાંગ વન વિભાગનાં ગલકુંડ રેન્જ જંગલ વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળતા વન વિભાગમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મળતી માહિતી મુજબ હાલ ઉનાળાની ગરમીની શરૂઆત અને પાનખરની ઋતુ વચ્ચે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં ગલકુંડ રેન્જ વિસ્તારમાં સમાવિષ્ટ વિહિરઆંબાથી ખોખરી ગામને જોડતા જંગલ વિસ્તારમાં આકસ્મિક રીતે વીકરાળ દાવાનળ  ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં પ્રસરી ગયા હતા.એક તરફ ગરમી અને પવન વચ્ચે જંગલમાં પડેલા સૂકા પાંદડા અને ઘાસ ચપેટમાં આવતા ભસ્મિભૂત થઈ ગયા હતા.  જંગલમાં પ્રસરી રહેલ આગને કાબુમાં લેવા ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ.બી.ઓ.પરમાર સહીત વનકર્મીઓ અને અન્ય રેન્જનાં  સ્ટાફ દ્વારા જાનની બાજી લગાવી આગ વધુ વિસ્તારમાં ન ફેલાય તેવા પ્રયાસો હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે અચાનક લાગેલી આગથી સૂકા પાંદડા અને ઘાસ બળી ભસ્મિભૂત  થતા નુકસાન થયુ હતુ.હાલમાં ગલકુંડ રેંજ વિભાગનાં આર.એફ.ઓ બિપિનભાઈ પરમારે જંગલમાં આગ લાગવાના કારણો જાણવા પ્રયાસ સાથે તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!