BANASKANTHAGUJARAT

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ નવું સામાજિક બંધારણ..

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ નવું સામાજિક બંધારણ..

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ નવું સામાજિક બંધારણ..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ ૨૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ પ્રમુખ અણદાભાઈ, ઉપપ્રમુખ રામશીભાઈ, મંત્રી વાલાભાઈ, સહમંત્રી રમેશભાઈ સહીત સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો, યુવક મંડળના સર્વે કારોબારી મિત્રો, યુવાનોને બચત માટે પ્રેરણારૂપ પરગણાની બચત મંડળીના સૌ હોદ્દેદારો, બંને પરગણાના દરેક ગામમાંથી પધારેલ સૌ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમા મિટિંગ મળી હતી.મંત્રી વાલાભાઈ એ સ્વાગત પ્રવચન કર્યું સહમંત્રી રમેશભાઈએ હિસાબો વંચાણ લીધેલ ઉપપ્રમુખ રામશીભાઈએ નવા બંધારણને અનુસરવા સમાજને હાકલ કરેલ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ ૬૦ મુદ્દાવાળું સૂચિત બંધારણ નિયમોની વિગતે ચર્ચા કરી તેમાં મુખ્યત્વે લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં સાદુ ભોજન જેમા માવાની મીઠાઈ વગરની બે મીઠાઈ બે શાક દાળ-ભાત પુરી રોટલી છાસ રાખવું,પશ્ચિમની વિકૃતિઓ જેવી કે મહેંદી રસમ હલ્દી રસમ પ્રીવેડિંગ એન્ટ્રી વેલકમ પાર્ટી બર્થડે પાર્ટી વરઘોડો કેમિકલ ફુવારા ઉડાડવા વગેરે ઉપર સખત પ્રતિબંધ મૂકવો મોંઘી કંકોત્રીને બદલે ડિજિટલ કંકોત્રી અથવા સાદા આમંત્રણ કાર્ડ છપાવવા રાસ ગરબામાં ધ્વનિ પ્રદુષણ કરતા ડી.જે.ને બદલે સાદી મ્યુઝિક સિસ્ટમ ઢોલ શરણાઈ કે ઢોલ રાખવા મામેરામાં કોઈ ચીજ વસ્તુ કે દાગીનાના બદલે રોકડ રકમમાં રૂ.૧૧૦૦/- થી રૂ.૧,૫૧,૦૦૦/- સુધીની મર્યાદા કોઈ પણ સામાજિક પ્રસંગે બીડી ગુટકા તમાકુ અફીણ જેવા વ્યસનો ઉપર પ્રતિબંધ મરણ પ્રસંગે જમણવારમાં ખોટા ખર્ચ ન કરતાં ફકત ખીચડી કઢી અને છાસ મરણ પ્રસંગ પાંચ દિવસે પુરો કરવો ભલે ગમે તે વાર આવતો હોય,લગ્ન પ્રસંગે અને મરણ પ્રસંગે સમાજના શિક્ષણ ફંડમાં દાન આપવું ચા કે છાસમાં કાગળ કે પ્લાસ્ટિક કપ વાપરવા ન બદલે સ્ટીલ વાસણ વાપરવા, બીમારીમાં સામુહિક બોલામણા પ્રથા બંધ કોઈપણ પ્રસંગે વાસણ પ્રથા સદંતર બંધ, જમણવારમાં ડિસ્પ્લે બંધ,કેફી દ્રવ્યોનું સેવન કરતા વ્યકિતને કોઈ પણ પ્રસંગે આમંત્રણ આપવું નહિ,આવા અનેક કુરિવાજો અને ખોટા ખર્ચાવાળા પ્રસંગો બંધ કરવા પ્રમુખે સમાજ ને વિનંતી કરી જેમાં સમાજના સાધારણ સભામાં પહેલી વાર બહેનોની ખુબ જ હાજરી ઉલ્લેખનીય હતી.જે વહીવટ કર્તાઓની લોકપ્રિયતાને આભારી છે.સભામાં સર્વે ભાઈ-બહેનોએ તાળીઓના ગગડાતથી નિયમો વધાવી લીધા.શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (સર્વગોળ) સુરતના પૂર્વ પ્રમુખ એવમ સમાજના ભામાશા તરીકે બીરૂદ પામનાર દીઓદર તાલુકાના રવેલ ગામના વતની અને ધંધાર્થે સુરત ખાતે વર્ષોથી સ્થાઈ થયેલ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ નું બંને પરગણા દ્વારા સન્માન કર્યું હતું.ભીમજીભાઈ એ જણાવ્યું હતું કે સમાજનો પ્રસંગ છે મારે આવવું જ જોઈએ તે વિચારસરણી સાથે હું રાતોરાત સુરતથી આવી મહેમાન પદે હાજર રહ્યો છું. તેમને પણ સમાજહિતમાં સમર્થન આપી સમાજમાં શિક્ષણ કાર્ય માટે હુ ક્યારેય પાછો નહિ પડું સમાજની મારી પાસે જે અપેક્ષા હશે તે હુ જરૂર પુરી કરીશ.સમાજે તાળીઓના ગડગડાટથઈ વાતને વધાવી લીધી હતી.સભાને સફળ બનાવવા સમાજના અને યુવક મંડળના સૌ કારોબારી મિત્રો અને યુવાન મિત્રોએ તનતોડ મહેનત કરેલ. શ્રી જલારામ મંદિર થરાના સર્વે ટ્રસ્ટીગણે સભા માટે ખુબ સારી વ્યવસ્થા આપી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!