સાબરકાંઠા ના અંતરિયાળ વિસ્તારમાં ભત્રીજાએ કાકા ને તીર કામઠાંથી વધેરી નાખ્યો…
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આડા વેલા ગામની ઘટના...
સાબરકાંઠા….
અંતરિયાળ વિસ્તારમાં ભત્રીજાએ કાકા ને તીર કામઠાંથી વધેરી નાખ્યો…
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આડા વેલા ગામની ઘટના…
તસ્વીર:-
ગુજરાત રાજસ્થાનને જોડતી મોટાભાગની સરહદ સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાને જોડતી સરહદ માનવામાં આવે છે. જ્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ધોળા દિવસે ભત્રીજાએ કાકા ઉપર તીરથી હુમલો કરી વધેરી નાખ્યો હોવાનો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે. બોર્ડર પર આવેલાં આડા વેલા ગામની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં કાકા ભત્રીજા વરચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા નાનો ઝગડો ખૂની ખેલમાં ખેલાયો છે. અંતરિયાળ વિસ્તારમાં આજે પણ તીર કમાન સાથે વેરી ને તીર દ્વારા શારીરિક ઈજાઓ ના કિસ્સા સામે આવતા હોઈ છે. ત્યારે ભત્રીજાએ તીરથી કાકાને વીંધી નાખ્યો હોવાનો વિડિઓ વાઇરલ થતાં સમગ્ર જીલ્લા સહિત રાજયભરમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કાકા અને ભત્રીજા વરચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ તીર વડે કાકાને જાહેર માર્ગ પર વધેરી નાખતો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે. લોહી નીકળતી હાલતમાં કાકા નો વિડીયો વાઇરલ થતાં પોલીસ પણ ભત્રીજાની શોધમાં લાગી છે. ત્યારે આજે પણ અંતરિયાળ વિસ્તાર માં ચડોતરું જેવી ઘટનાઓ જોવા મળતી હોય છે….
જયંતિ પરમાર સાબરકાંઠા