વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર
ઐતિહાસિક નગરી વડનગર માં હોળી ના પૂર્વ સંધ્યા એ ઘેરૈયા ચૌદસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી
અંદાજે ૭૦૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા વડનગર વાસીઓ નાના બાળકો યુવાનો અને વૃધ્ધો મન મુકી ને ઘેરૈયા ચૌદસ ની મોજ માણતા હોય છે .
વડનગર મોઢ બ્રાહ્મણો ધ્વારા આયોજન કરવા માં આવે છે
જેના ઘરે પારણું બંધાયું હોય અને બાળકો ની પહેલી હોળી હોય તેવા બાળકો ને વંશ વૃધ્ધિ અર્થે ઘેર રમાડવા માં આવે છે .
સમગ્ર નગર માં મોઢ બ્રાહ્મણો ધ્વારા દરેક જ્ઞાતી ના વંશ વૃધ્ધિ માટે મંત્રોચાર કરી માં ભોમ ની છડી પુકારવા માં આવે છે .
જેમા ભોમ છડી ના નાદ પોકારવા માં આવે છે
સમગ્ર વડનગર ના લોકો ખૂબજ મોટી સંખ્યા માં હાજર રહી ઘેરૈયા ચૌદસ નિમેતે યોજાતા ઘેર ને જોવા અને દર્શન નો લાભ લેવા માટે આવતા હોય છે