
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર નગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પીવાનું સ્વચ્છ પાણી ન મળતા લોકો દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે, જેમાં મહિલાઓ અને વડીલોને ખાસ કરીને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગરમીના વધતા તાપમાન વચ્ચે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, છતાં શિનોર વિસ્તારમાં પાણી જેવી આવશ્યક સુવિધાનો અભાવ સ્થાનિક તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
હાલમાં રહીશો દ્વારા તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા તંત્રને ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.





