અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : અસામાજિક તત્વોના આંતરિક વિવાદમાં પોલીસની આબરૂ દાવ પર લગાવવાનું કારસ્તાન !! અલગ અલગ ત્રણ ફરિયાદની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી.
અરવલ્લી જિલ્લામાં આમતો છાશવારે પોલીસ ચર્ચામાં આવતી હોય છે એ પછી બુટલેગર સાથે ની ભાઈબંધી, દારૂની લાઈનો ચલાવવી,દારૂ સગેવગે કરવો,પીધેલા જડપાવવા,હપ્તા ઉઘરાવવા જેવા અનેક બનાવો ને લઈ પોલીસની આબરૂ દાવ લાગતી આવી છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી એવો માહોલ ગરમાયો છે કે વાત ન પૂછો,,થોડા દિવસ પૂર્વે પવિત્ર તહેવારમાં મોડાસા ટાઉન પોલીસને બિનવારસી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બીનવારસી દારૂ મામલે બદનામ કરવા માટે આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હોવાના આક્ષેપો સહ એક ડિસમીસ પોલીસ કર્મી ભરતસિંહ ઝાલા,એક પત્રકાર , બીપીનભાઈ જયસ્વાલ,ભુપત નામનો માણસ તેમજ કાળા કલરની એક્ટિવા સ્કુટર લઈને આવેલ માણસ સામે ફરિયાદી અરજી કરતા ટાઉન પોલીસે એંન.સી દાખલ કરી તપાસ હાથ ધરી છે.મોડાસા ટાઉન પોલીસને બિનવારસી હાથ લાગેલ જે દારૂનો જથ્થો હતો તે ધનસુરા પોલીસે જડપેલ દારૂનો જથ્થો હોવાના મીડિયા પ્રસિદ્ધ થયેલ અહેવાલોમાં આક્ષેપો કરાયા હતા.ખોટા આક્ષેપ મામલે પોલીસ અધિકારીએ પત્રકારને નોટિસ પણ પાઠવી હોવાની ચર્ચાઓ ના થોડા દિવસો બાદ શાહરૂખ મહંમદસલીમ શેખ નામના અરજદારે મોડાસા ટાઉન પોલીસ મથકે અરજી કરી હતી. અરજી બાદ પોલીસે એન.સી દાખલ કરતા હડકંપ મચ્યો છે.બીજી ઘટના જેમાં મોડાસા તાલુકાના ડુધરવાડા વિસ્તારમાં થી રાત્રી સમયે પોલીસ કર્મી વિક્રમસિંહ ચાવડા દારૂ પીધેલી હાલતમાં રૂરલ પોલીસને હાથ લાગતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટના ના ચાર દિવસ બાદ વિક્રમસિંહ ચાવડાએ શાહરૂખ મંહમદસલીમ શેખ,શાહનવાજ ઉર્ફે શાનુડો,મહેશદાન ઉર્ફે પપ્પુ ગઢવી સહિત 7 આરોપીઓએ વિરુદ્ધ ગાડી રોકી તમામ આરોપીઓ ભેગા મળી ગાડી ચેક કરવાનુ કહીં ફરિયાદી વિક્રમસિંહ ચાવડા ને ગાડીમાંથી નીચે ઉતારી આરોપીઓ ધક્કામુક્કી કરી ગાડી પાછળ લઇ જઇ તમામ આરોપીઓએ ડેકીઓ ખોલી નાખી ગાડીમાં આગળની ડેકીમાં રાખેલ રોકડ રૂપીયા સહીત મત્તાની લૂંટચલાવી હોવાની મોડાસા રૂરલ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના બે દિવસ બાદ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસકર્મી વિક્રમસિંહ ને જાગૃત નાગરિકે સવાલો પૂછતો હોવાનો સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ફરી સવાલો ફરી ઉઠ્યા હતા.વાયરલ વિડીયો બાદ લૂંટ બાબતની 7 શખ્સો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મામલે,ફરિયાદ ખોટી હોવાના આક્ષેપો સાથે ડુઘરવાડા ગામના રહીશોએ પોલીસવડા ને લેખિત અરજી કરી છે.અલગ અલગ ફરિયાદો નું સત્ય શુ !! શુ રંધાઈ રહ્યું છે જેવા અનેક સવાલો ઉભા થયા છે.પોલીસ વડાએ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાવી સમાજમાં ઉત્તમ દાખલો બેસે એવી કાર્યવાહી કરી દોષિતો ને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.