BHARUCHGUJARATNETRANG

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હાંસોટ અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ ૪૯ મી.મી વરસાદ નોંધાયો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૪/૦૭/૨૦૨૪

 

ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૦૪લી જુલાઈ, ૨૦૨૪ને ગુરુવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૪.૮૯ મી.મી.વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના હાંસોટ ૪૯ મિ.મિ,ઝઘડિયા તાલુકામાં- ૦૪ મિ.મિ.,વાલિયા તાલુકામાં-૨૦ મિ.મિ., ભરૂચ તાલુકામાં ૧૦,અંકલેશ્વર તાલુકામાં ૦૨,નેત્રંગ તાલુકામાં ૪૯ મિ.મિ, વાગરા તાલુકામાં ૦૦ મિ.મિ, જંબુસર ૦૦ મિ.મિ., આમોદ ૦૦ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ- ૧૪.૮૯ મીમી વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૩૨૫ મીમી નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૬ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

 

નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીમા ધોડાપુર આવતા બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

 

Back to top button
error: Content is protected !!