Rajkot: ” સાધન સહાય” હેઠળ છેલ્લા ૧ વર્ષમાં રાજકોટ જિલ્લાના ૨૪૯૪ દિવ્યાંગોને રૂ.૩ કરોડથી વધુના ૪૩૧૪ સાધનો એનાયત કરાયા
તા.૨૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યસરકાર રાજ્યના તમામ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. દરેક જાતિ, સમાજના તમામ અબાલ-વૃદ્ધો, દિવ્યાંગો, છેવાડામાં વસતા વંચિતોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત તત્પર રહે છે. માત્ર કોઈ એક અંગની ખામીથી પર થઈ ખુમારી અને અનેરા જુસ્સાથી જીવન જીવતા રાજ્યના દિવ્યાંગોના જીવનને વધુ સાનુકૂળ બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કલેકટર શ્રી પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં તાલુકા સ્તરે દિવ્યાંગોની તપાસ માટેના કેમ્પ યોજી તેઓને સાધન સહાય અર્પિત કરી દેશના વિકાસમાં જોડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી છેલ્લા ૧ વર્ષમાં રાજકોટ જિલ્લામાં તાલુકા વાઇઝ -૧૧ અને શહેર કક્ષાએ-૩ મળી કુલ ૧૪ દિવ્યાંગ સાધન સહાય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૦૧૧ લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે અન્વયે સાધન સહાય માટે પાત્રતા ધરાવતા ૨૪૯૪ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૪૩ લાખ ૪૯ હજાર ૫૭૦ના ખર્ચે ૪૩૧૪ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો પડધરી ખાતે ૨૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૩ લાભાર્થીઓને રૂ.૧૭,૫૨,૧૪૪ ના ૨૫૪ સાધનો, વિંછીયા ખાતે ૨૮૭ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાંથી ૨૧૪ લાભાર્થીઓને રૂ.૨૮,૯૪,૪૪૪ ના ૩૭૨ સાધનો, લોધિકા ખાતે ૧૭૭ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો,જેમાંથી ૧૦૭ લાભાર્થીઓને રૂ.૧૪,૫૪,૮૧૪ ના ૧૮૯ સાધનો આપવામાં આવ્યા હતા. તેમજ જસદણ ખાતે ૫૮૫ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૨૮૭ લાભાર્થીઓને રૂ.૪૮,૪૨,૯૮૫ ના ૪૯૮ સાધનો, રાજકોટ ગ્રામ્ય ખાતે ૧૩૭ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૫૭ લાભાર્થીઓને રૂ.૧૨,૭૫,૨૫૩ ના ૯૧ સાધનો અને કોટડાસાંગાણી ખાતે ૧૩૫ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૫૦ લાભાર્થીઓને રૂ.૧૦,૯૬,૮૨૫ ના ૯૫ સાધનો એનાયત કરવામાં આવ્યા હતા.
ગોંડલ ખાતે યોજાયેલ કેમ્પમાં ૩૭૨ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૧૧૦ લાભાર્થીઓને રૂ.૨૨,૫૭,૪૮૨ ના ૧૯૫ સાધનો,જામકંડોરણા ખાતે ૨૯૭ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૧૨૯ લાભાર્થીઓને રૂ.૧૮,૨૮,૮૯૩ ના ૨૩૬ સાધનો, ધોરાજી ખાતે ૫૧૫ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૧૧૫ લાભાર્થીઓને રૂ.૧૭,૮૧,૪૭૯ ના ૨૦૮ સાધનો, જેતપુર ખાતે ૫૯૪ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૨૩૭ લાભાર્થીઓને રૂ.૨૭,૯૩,૨૭૧ ના ૪૨૩ સાધનો, ઉપલેટા ખાતે ૪૫૩ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૧૫૦ લાભાર્થીઓને રૂ.૧૫,૪૮,૬૯૯ ના ૨૪૭ સાધનો, રાજકોટ શહેર ખાતે યોજાયેલા ત્રણ કેમ્પમાં કુલ ૧૨૫૨ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી ૯૧૫ લાભાર્થીઓને રૂ.૧,૦૮,૨૩,૨૮૧ ના ૧૫૦૬ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
તમામ કેમ્પ ખાતે એલિમ્કો સંસ્થા દ્વારા દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી તેમને જરૂરી સાધન સહાય આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ આ કેમ્પમાં દિવ્યાંગોને અસ્થિ વિષયક, ઈ.એન.ટી, મનોદિવ્યાંગતા, આંખની દિવ્યાંગતાના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ લોકોને યુ.ડી.આઈ.ડી. કાર્ડ, આવકનો દાખલો, આયુષ્માન ભારત કાર્ડ, આભા કાર્ડ, આધાર કાર્ડ અને વય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા.
એલીમ્કો દ્વારા તપાસ થયેલા લાભાર્થી દિવ્યાંગોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હિલ ચેર, સ્માર્ટફોન, રોલેટર, ક્રચ એલ્બો, વોકિંગ સ્ટિક, કેન, મોબાઇલ ફોન સહિતના સાધનો એનાયત કરવામાં આવ્યાં હતાં..
“સર્વ જન સુખાયના” મંત્રને હૃદયસ્થ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાય પહોંચાડી તેમની ખુમારીને વધુ મજબૂત કરવા માટેની કામગીરી કરી રહી છે ત્યારે આ સાધનો થકી દિવ્યાંગોને રોજિંદા જીવનના અનેક કાર્યો કરવામાં સરળતા પ્રાપ્ત થતાં અને તેમના જીવનમાં ખુશાલી આવતાં લાભાર્થીઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.