
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ખાતરના નામે કમાણી : યુરિયા ખાતર સાથે અન્ય ખાતર મેળવો ત્યારે જ યુરિયા ખાતર મળશે – વેપારી સામે તંત્ર એ કહ્યું આવો કોઈજ નિયમ નથી
હાલ કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની અછત હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સાથે યુરિયા ખાતરનો કારો ધંધો પણ અંદર ખાનગી રીતે થતો હોય તેવા આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે તો બીજી તરફ યુરિયા ખાતરના નામે વેપારીઓ એ હવે કમાણી શોધી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે અને હવે ખેડૂતો ખાતર માટે પણ લૂંટાઈ રહ્યા છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
વાત છે એક ગ્રામ્ય વિસ્તારમાં બિયારણ ના વેપારીની જેમાં એક ખેડૂત યુરિયા ખાતરની એક બેગ લેવા માટે જાય છે પરંતુ ત્યાં એવું કહેવામાં આવે છે કે યુરિયા ખાતર સાથે અન્ય 2 કિલો ખાતર લેવું પડશે અને 360 રૂપિયા આપવા પડશે તો જ યુરિયા ખાતર મળશે જો અન્ય ખાતર નહીં મેળવો તો યુરિયા ખાતર નહિ મળે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે ત્યારે આ વાતને લઈ ખેડૂત મૂંઝાયો હતો અને યુરિયા ખાતર માટે સમગ્ર ઘટના જણાવી હતી આ બાબતે જે તે જવાબદાર તંત્ર સાથે પૂછપરછ કરી હતી કે યુરિયા ખાતર સાથે ફરજિયાત અન્ય ખાતર લેવું પડે છે તેવો કોઈ નિયમ ખરો તો આ બાબતે તંત્ર ધ્વારા જાણવા મળ્યું કે આવો કોઈજ નિયમ નથી અને આવું કોઈ વેપારી કહેતો હોય અને ખેડૂત જો ફરિયાદ કરશે તો તો વેપારી સામે જરૂરી કાર્યવાહી અવશ્ય કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. ત્યાર હવે ગામડાઓમાં પણ યુરિયા ખાતરના નામે અન્ય ખાતર આપી ખેડૂતોને લૂંટવાનું કામ હવે વેપારીઓ કરી રહ્યાં છે ત્યારે આ બાબતે ખેડૂતો સજાગ બને તેમ અન્ય ખેડૂતે જણાવ્યું હતું





