DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ રેલવે સ્ટેશન પર સુરક્ષાના નામે મીંડું: મની ઇલેક્ટ્રોનિક્સના કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા કેમેરામાં કેદ!

તા.૧૯.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મોત સાથે મજાક? ​”દાહોદ રેલવે સ્ટેશન પર સુરક્ષાના નામે મીંડું: મની ઇલેક્ટ્રોનિક્સના કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા કેમેરામાં કેદ!

દાહોદથી એક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે. રેલવે સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યાએ,જ્યાં હજારો ટ્રેનોની અવરજવર હોય છે ત્યાં સેફટી વગર કામ કરતા ઇલેક્ટ્રિક વર્કરો કામ કરતા જોવા મળી રહ્યા છે, અને ત્યાં મની ઇલેક્ટ્રોનિક્સ એજન્સી દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.”​ “જુઓ આ દ્રશ્યો! આ કર્મચારીઓ પાસે નથી હેલ્મેટ, નથી સેફ્ટી બેલ્ટ કે નથી કોઈ સુરક્ષાના સાધનો. સવાલ એ થાય છે કે શું મની ઇલેક્ટ્રોનિક્સ માટે કર્મચારીઓના જીવની કોઈ કિંમત નથી? જો કોઈ અકસ્માત સર્જાય, તો તેનો જવાબદાર કોણ?” દાહોદ રેલવે સ્ટેશન પર કામ કરી રહેલા આ ઇલેક્ટ્રિક કારીગરો જાણે મોતના મોઢામાં જઈને કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.​નિયમોનું ઉલ્લંઘનમાં લેબર લો અને સેફ્ટી ગાઈડલાઈન્સ મુજબ, ઊંચાઈ પર કામ કરતી વખતે પ્રોપર ગિયર અનિવાર્ય છે. પણ અહીં તો ‘રામ ભરોસે’ કામ ચાલી રહ્યું છે.​તંત્રની આંખ સામે આટલી મોટી બેદરકારી જે રેલવે અધિકારીઓની નજર સામે થઈ રહી છે, છતાં મની ઇલેક્ટ્રોનિક્સ જેવી એજન્સીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે નહી?​ ​શું મની ઇલેક્ટ્રોનિક્સ એજન્સી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે?​ રેલવેના જવાબદાર અધિકારીઓ આ ખુલ્લેઆમ થતી બેદરકારી કેમ જોઈ શકતા નથી?​ શ્રમિકોના જીવ સાથે ચેડાં કરનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ કેમ રદ ન કરવો જોઈએ? ​​”આ દ્રશ્યો પુરાવો છે કે નફાની લાલચમાં માનવ જિંદગીને દાવ પર લગાડવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ સમાચાર બાદ તંત્ર જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જોવાય છે.”

Back to top button
error: Content is protected !!