દીયોદર લુદરા ગામની સીમમાં તાંત્રિક વિધિના નામે અબોલ જીવ ની હત્યા પોલીસ પોહચતા તાંત્રિકો ગાડી લઈને ભાગ્યા
દીયોદર લુદરા ગામની સીમમાં તાંત્રિક વિધિના નામે અબોલ જીવ ની હત્યા પોલીસ પોહચતા તાંત્રિકો ગાડી લઈને ભાગ્યા
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
મોડી રાત્રે ગામલોકોએ જીવદયા પ્રેમીઓ ને જાણ કરતા જીવદયા પ્રેમીઓ પોલીસ લઈ પોહચ્યા
દીયોદરના લુદરા ગામની સીમમાં રવિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઇસમો તાંત્રિક વિધિ ના બહાને અબોલ જીવ ની બલી ચડાવી રહ્યા હોવાનું દિયોદર જીવદયા પ્રેમીઓ ને જાણ થતાં જીવદયા પ્રેમીઓ પોલીસ ને લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં જ્યાં સ્થળ ઉપર થી અબોલ જીવ અવશેષો મળી આવ્યા હતા અને વિધિ કરનાર તાંત્રિકો ગાડી લઈ ફરાર થઈ ગયા હતા દિયોદર તાલુકા ના લુદરા ગામની સીમમાં રવિવારે રાત્રિ ના સમય તાંત્રિકો વિધિ કરવાના બહાને એક અબોલ જીવ ની હત્યા કરી હોવાનું ગામલોકોને ધ્યાને આવતા ગામલોકોએ જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટી ને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ની ટીમ લુદરા ગામની સીમમાં પહોંચી હતા જ્યા સ્થળ પર થી તાંત્રિકો એ એક અબોલ જીવ ની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું જેમાં કોઈ અજાણ્યા ઈસમો એ અબોલ જીવ ની હત્યા કરી ફરાર થઈ ગયા હતા જેમાં સ્થળ પર થી અબોલ જીવના અવશેષો મળી આવતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી આવ્યો હતો જે અંગે જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટી એ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમો વિરોધ લેખિત ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે
– તાંત્રિક વિધિના નામે ક્યાં સુધી અબોલ જીવ ની હત્યા થશે
અમુક ઈસમો તાંત્રિક વિધિના નામે અબોલ જીવ ની હત્યા કરતાં હોય છે જેમાં દિયોદરના લુદરા ગામની સીમ માં પણ અમુક ઈસમો તાંત્રિક વિધિ ના નામે એક અબોલ જીવ ની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી તાંત્રિકો ફરાર થઈ જતાં જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી આવ્યો હતો જેમાં ક્યાં સુધી આવા અબોલ જીવ ની હત્યા કરવામાં આવશે આવા ઈસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે