કુંભાસણ હાઇસ્કૂલ ખાતે વિદાય સન્માન ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

17 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કુંભાસણ હાઇસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 નાં છાત્રોનો દીક્ષાંત સમારોહ, હાઈસ્કૂલના OS શ્રી અમૃતલાલ મેણાતનો વયનિવૃત્તિ વિદાય સમારોહ તથા કેળવણી મંડળને પોતાના દાનની સરવાણીથી સમર્થ રાખતા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો.
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે 31 ગામ કડવા પાટીદાર સંસ્કાર મંડળના પ્રમુખ તથા લઘુઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ કર્ણાવત, મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને ગૌસેવક શ્રી હિતેશભાઈ ગામી તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ગીતાબેન ચૌધરી અને કુંભાસણ સરપંચ શ્રીમતી ગીતાબેન મેસરા ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત અનેક ગણમાન્ય અતિથિઓએ ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલાં બાળકો અને અમૃતલાલને શુભકામનાઓ આપી. ગત વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ પણ કરવામાં આવ્યું.



