હાલોલ:કંજરી ગામે દ્રિતિય સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવ ધારાસભ્ય અને સંતો મહંતોની ઉપસ્થિતીમાં યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૨.૨૦૨૫
હાલોલ તાલુકાના કંજરી ગામે ત્રીજો સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવ કંજરી કુમારશાળા ખાતે હાલોલ વિધાનસભા ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ કંજરી રામજી મંદિર ના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયો હતો.આ શુભ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ધર્મચાર્યા પ.પુ.અખિલેશ્વર દાસજી મહારાજ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.યોજાયેલ સમૂહ લગ્નમાં ૨૭ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.હાલોલ તાલુકાના કંજરી ગામે રામજી મંદિર ના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ ની પ્રેરણા ને આશીર્વાદ થી સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને રાજવી પરિવાર દ્વારા કંજરી ગામેં ત્રીજો સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૨૭ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આજે યોજાયેલ સમૂહ લગ્નમાં સવારે મંડપ મહુર્ત તેમજ ગણેશ સ્થાપના,ગ્રહ શાંતિ કરવામાં આવી હતી.જ્યારે ૨૭ વરરાજાની જાણ નું આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું હતુ.જ્યારે ૧૧ કલાકે વાજતે ગાજતે ડીજે ના તાલે ૨૭ વરરાજા નો સમૂહ વરઘોડો નીકળતા કંજરી ગામ સહિત હાલોલ ઘોંઘબા અને જાંબુઘોડા તાલુકામાંથી આવેલા લોકો વરઘોડામાં જોડાયા હતા.આ વરઘોડો કંજરી કુમાર શાળા ખાતે પહોંચતા રાજવી પરિવાર તરફથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સમૂહ માટે લગ્ન ભવ્ય થી ભવ્ય તૈયાર કરવામાં આવેલ સામિયાના માં અલગ અલગ ૨૭ ચૌરી માં કન્યા પધરાવી શાસ્ત્રોક વિધિવત રીતે ૨૭ નવ દંપતીઓનાં લગ્ન સંપન્ન થયા હતા.યોજાયેલ સમૂહ લગ્નમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા.જ્યારે લગ્ન પ્રંસંગે ઉપસ્થિત સંતો મહંતોઓએ નવ દંપતીઓને પોતાનું જીવન સુખમય રીતે પસાર થાય તેવા આશીર્વચન આપ્યા હતા જ્યારે ૨૭ કન્યાઓને લગ્ન મહોત્સવમાં ૫૧ વસ્તુઓની કર્યાવર આપી વિદાય આપવામાં આવી હતી.આ પ્રસંગે છોટા ઉદેપુરના લોકસભા સાસંદ જશુભાઇ રાઠવા,કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.











