સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોનું કરાયું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ
સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવેલ હતું.બનાસકાંઠા જિલ્લામાં “સ્વચ્છતા થી સ્વાસ્થ્ય તરફ” થીમ આધારિત સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ સાથે આજની થીમ અનુરૂપ સફાઈ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ અને સફાઈ કામદારોને સેફ્ટી કીટ વિતરણ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લા વિકાસઅધિકારી શ્રીએમ.જે.દવે સરે પાલનપુર નગરપાલિકા, ટાઉનહોલ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં હાજરી આપીને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં આજે વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેમ્પ યોજાયા હતા તથા ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.