GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડા:ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,જાંબુઘોડા નગર દેશભક્તિના રંગે રંગાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૮.૨૦૨૪

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું છે.જે અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.જે અભિયાનના આહ્વાનને ચરિતાર્થ કરતા જાંબુઘોડા ખાતે આજે સોમવારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી .જેમાં તિરંગા યાત્રા જાંબુઘોડાના ત્રણ રસ્તા પાસેથી શરૂ કરવામાં આવી હતી જે નગરના માર્ગો પર ફરી હતી. આ તિરંગા યાત્રામાં જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ,જાંબુઘોડા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,જાંબુઘોડા પોલીસ, વન્ય પ્રાણી વિભાગ તેમજ ભાજપના આગેવાનો તાલુકાના અનેક સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો વિદ્યાર્થીઓ તેમજ જાંબુઘોડાના નગરજનો હાથમાં ત્રિરંગો લઈ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા જ્યારે યાત્રા જાંબુઘોડા નગરમાં ફરી જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં અમૃતકાળ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પણ લોકોએ લીધા હતા જ્યારે તિરંગા યાત્રા નગરમાંથી પસાર થતી હતી તે દરમ્યાન જાંબુઘોડા નગર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

Back to top button
error: Content is protected !!