PORBANDARPORBANDAR CITY / TALUKO

ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયું 600 કરોડનું 90 કિલો ડ્રગ્સ

ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી કરતા 600 કરોડની કિંમતના 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCB અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ગુજરાત ATSના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ATSના અધિકારીઓને આતંકવાદ, નાર્કોટીક્સ તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવા ગંભીર ગુન્હાઓને રોકવા કામગીરી કરવા સૂચના કરેલ હતી. દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે, પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકીસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ “અલ-રઝા”માં કેટલોક ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇન અથવા મેથામ્ફેટામાઇનનો જથ્થો ભરી તા.25-04-2024ની રાતથી તા.26-04-2024ની વહેલી સવાર દરમ્યાનમાં પોરબંદરના IMBL નજીક ભારતીય જળ સીમામાં આવવાના છે. આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના કોઇ ભારતીય વહાણમાં તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડીલીવરી કરવાના છે. આ પાકિસ્તાની બોટ તેના બોટના રેડિયો ઉપર પોતાની કોલ સાઇન ‘અલી’ના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઇન ‘હૈદર’ નામનો પાસવર્ડ શેર કરી તે ડ્રગ્સના જથ્થાની ભારતીય વહાણને ડીલીવરી કરવાના છે.

ગુજરાત ATSને મળેલી આ બાતમીને ઈન્ટેલીજન્સ, ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ તથા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCBને શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ એજેન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત ATSના અધિકારો સહિત ઈન્ડીયન કોસ્ટ ગાર્ડની એક ટીમ પોરબંદરથી 180 નોટીકલ માઈલ દૂર IMBL તરફ પહોંચી હતી. તા.26-04-2024ની વહેલી સવારે  વોચ દરમ્યાન શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરવા પ્રયત્ન કર્યો હતો. આ  દરમ્યાન આ બોટમાં સવાર ઈસમો કેટલાક શંકાસ્પદ પેકેટ્સ દરીયામાં નાંખી રહેલ હોવાનું માલૂમ પડેલ અને બોટને જોખમી રીતે ચલાવી ઓપરેશન ટીમની બોટ ઉપર ચઢાવવા પ્રયત્ન કર્યો હતો.

ઓપરેશન ટીમને ફાયર કરવાની ફરજ પડતા પાકિસ્તાની ફીશીંગ બોટ ઉપર ફાયર કરતા એક ઈસમ ઘાયલ થયો હતો, ત્યારબાદ ઓપરેશન ટીમે આ શંકાસ્પદ પાકિસ્તાનીબોટમાં બોર્ડીંગ કરી અને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને બોટમાં સવાર 14 પાકિસ્તાની ઈસમોની અટકાયત કરી હતી :

(1) નાસીર હુસૈન આઝમ ખાન, ઉં.વ. 62, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(2) મહોમ્મદ સીદ્દીક અહેમદ ભટ્ટી, ઉં.વ. 65, રહે. લોકુ ચિલ્લારામ રોડ, ખડ્ડા માર્કેટ (લેહરી),કરાચી, પાકિસ્તાન

(3) અમીર હુસૈન  ગુલામ, ઉં.વ. 42, રહે. ગોત વદરાવલીમ્મદ, લસબેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(4) સલલ  ગુલામ નબી, ઉં.વ. 22, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(5) અમન ગુલામ નબી, ઉં.વ. 19, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(6) બધલ ખાન  અમીર કે., ઉં.વ. 33, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(7) અબ્દુલ રાશીદ  ઝબરી, ઉં.વ. 46, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(8) લાલ બક્ષ અલી મુરાદ, ઉં.વ. 50, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(9) ચાકર ખાન, ઉં.વ. 18, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(10) કાદીર બક્ષ અલી મુરાદ, ઉં.વ. 40, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(11) અબ્દુલ સમાદ હુસૈન, ઉં.વ. 40, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(12) એમ. હકીમ મોસા, ઉં.વ. 25, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(13) નૂર મુહમ્મદ  નોરો અછો, ઉં.વ. 62, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

(14) મુહમ્મદ ખાન હુસૈન, ઉં.વ. 56, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

પાકિસ્તાની ઈસમોના કબ્જાની બોટમાંથી 78 પેકેટ્સમાં કુલ 86 કિ.ગ્રા. માદક પદાર્થ મળી આવેલ, જે પોરબંદર દરીયાકાંઠે લાવવામાં આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ હેરોઈન હોવાનું જણાય છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત રૂ. 602 કરોડ થાય છે.

આ કાર્યવાહી દરમ્યાન દેવભૂમિ દ્વારકા SOG તથા જામનગર SOGની પણ મદદ લેવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ હેરોઇનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારાએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતીય વહાણ મારફતે શ્રીલંકા પહોંચાડવાનો હતો. આ હેરોઈન સીઝર કેસની આગળની તપાસ NCBને સોંપવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!