PORBANDARPORBANDAR CITY / TALUKO

ઉત્તર પૂર્વના પહાડી વૃક્ષો માંથી બનેલી ચીજવસ્તુઓએ માધવપુરના મેળામાં જમાવ્યું આકર્ષણ

પહાડીફૂલોપરંપરાગત પહેરવેશઆભૂષણોવાસ સહિતની વસ્તુઓન હાટમાં થઇ રહ્યું છે વેચાણ

પોરબંદર.તા.૩૧, માધવપુરમાં યોજાઇ રહેલા રાષ્ટ્રીય કક્ષાના મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ હેઠળ તૈયાર કરાયેલ હસ્તકલા હાટમાં ઉત્તરપૂર્વીય રાજ્યોના પરંપરાગત ઉત્પાદનોનું મેળામાં અનેરૂ આકર્ષણ જોવા મળી રહ્યું છે. પહાડી વૃક્ષોમાંથી બનેલા ફૂલો, પરંપરાગત પહેરવેશ, આભૂષણો, વાસ સહિતની વસ્તુઓનું હાટમાં વેચાણ થઇ રહ્યું છે. સ્થાનિક લોકો ઉત્તરપૂર્વની ચીજવસ્તુઓ ખરીદવાની સાથે ત્યાંની હસ્તકલાથી વાકેફ થઇ રહ્યા છે. આ સાથે કારીગરોને પ્લેટફોર્મ પણ મળી રહ્યું છે.

આસામથી હેન્ડલૂમ સાડી અને ચાદર વેચવા આવેલા ફજન અને પ્રિશંજીત બિશ્વાએ કહ્યું કે, ગુજરાત સરકારનુ આ સુંદર આયોજન છે. અમદાવાદ, રાજકોટ સહિત શહેર બાદ હવે માધવપુર ખાતે વિનામૂલ્યે સ્ટોલ અને રહેવા જમવાની સુવિધા આપી છે.

આસામની સંસ્કૃતિને ઉજાગર કરતી ચાદર, સાડીઓનું વેચાણ કરીએ છીએ. જેમાં આસામનું રાજ્ય પ્રાણી એક સીંગવાળો ગેંડો, પાટણના પટોળા જેવી મુગા સીલ્ક સાડી, ચાના ખેતરોમાં ચા વીણતી સ્ત્રીઓ, આસામના લોકપ્રિય બિહુ તહેવારે પહેરવામાં આવતી ચાદર સહિતની પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ કરીએ છીએ તેમ જણાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત મણિપુરથી પરંપરાગત ડ્રેસિસ,વિવિધ ઉત્સવોમાં પહેરાતા સાંસ્કૃતિક કપડાં, પહાડી ટોપી, જ્વેલરી સહિતની વસ્તુઓ વેચવા મેળામાં આવેલા કે.પાઉલે અને ડોલી કહ્યું કે, ગુજરાતનું સત્કાર ખૂબ જ સુંદર છે. મણિપુરની પ્રાદેશિક લોકપ્રિય હસ્તકલાનું અમે વેચાણ કરવા આવ્યા છીએ. અહી દરિયે મળતા શંખ, છીપલાં મણિપુરમાં મળવા દુર્લભ છે.  આ છીપલાં હસ્તકલાની વસ્તુઓ બનાવવા ઉપયોગી બને છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!