AHAVADANGGUJARAT

29મી એપ્રિલનાં રોજ ડાંગ ભાજપ ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં સીએમ ડાંગ ખાતે પ્રચાર કરશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે તા.29 એપ્રિલનાં રોજ  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વલસાડ ડાંગ લોકસભા ભાજપનાં ઉમેદવાર ધવલ પટેલનાં સમર્થનમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પહોંચશે અને જનસભાને સંબોધશે.લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.અનેક નેતાઓ રોજેરોજ જનતા સુધી જુદી જુદી રીતે પહોંચી રહ્યા છે.ત્યારે કાર્યકર્તાઓનો જોશ વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.29 મી એપ્રીલ ના રોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે આવનાર છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ અને વલસાડના લોકસભા ભાજપનાં ઉમેદવાર ધવલ પટેલનાં સમર્થનમાં મુખ્યમંત્રી આહવા ખાતે વિશાળ જનસભાને સંબોધશે…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!