GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોબ એક્ટીવીટી યોજાઈ 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોબ એક્ટીવીટી યોજાઈ

શિક્ષકોએ મતદાન જાગૃતિ રેલીમાં ગરબા, મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવુત્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

જિલ્લા કલેકટરે પણ “ દિલ દિયા હૈ વોટ ભી દેંગે એ વતન તેરે લિયે” ગીતથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

લોકસભા સામાન્ય ચુંટણી ૭ મી મે નાં રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેકટર  નેહા કુમારી નાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ત્યારે લોકસભા ચુંટણીને અનુલક્ષી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે જેમાં સમાજનું ઘડતર કરનાર શિક્ષકો પણ લોકશાહીના પર્વને ઉજવવા ઉત્સાહભેર જોડાયા છે. જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા લુણાવાડા સંતરામપુર વીરપુર અને બાલાસિનોર ખાતે મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોબ એક્ટીવીટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ એક્ટીવીટીમાં લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર  નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, પ્રાંત અધિકારી આનંદ પાટિલ, પ્રોબેશનલ આઈએએસ મહેંક જૈન, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી અવનીબા મોરી સહીત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

આ મતદાન જાગૃતિ રેલી લુણેશ્વર મહાદેવ મંદિરથી નીકળી કોટેજ ચોકડી સુધી પહોંચી હતી. જેમાં મતદાન જાગૃતિના ગરબા, ગીત, નાટક, પ્રતિજ્ઞા અને સુત્રોચ્ચાર સહીતની વિવિધ એકટીવીટી કરવામાં આવી હતી. ખાસ કરીને મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવુત્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શિક્ષકોએ મતદાન જાગૃતિના અનેક ગીતો અને સુત્રોથી આ એક્ટીવીટીને ખાસ બનાવી હતી તો શિક્ષકોની સાથે જિલ્લા કલેકટરે પણ “ દિલ દિયા હૈ વોટ ભી દેંગે એ વતન તેરે લિયે” ગીત રજુ કર્યું હતું તેને જનમેદનીએ વધાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ૭મી મે એ ભૂલ્યા વગર મતદાનના સંદેશ સાથે જિલ્લા તંત્રના મતદાન જાગૃતિના આ પ્રયાસથી મહત્તમ મતદાનની આશા વ્યકત કરી હતી.

કલેકટર ,ડીડીઓ સહીતના અધિકારીઓએ સમગ્ર રેલી દરમિયાન શિક્ષકોની આ મતદાતાઓને જાગૃત કરવા માટેની વિશેષ પ્રવુત્તિમાં જોડાઈને સમગ્ર ટીમને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!