જંબુસર નગરના કાળિકા ભાગોળ ખાતે પૌરાણિક મહાકાળી માતાનું મંદિર આવેલ છે. જ્યાં ટ્રસ્ટી મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજતા હોય છે. મંદિર નવ નિર્માણ કાર્ય શરૂ કરવાનું હોય મંદિર ખાતે નવમા નવચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી મહાકાળી ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. અને વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર થતી નવચંડી મહાયાગ નો પ્રારંભ કરાયો હતો. સવારથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. યજ્ઞમાં મોટી સંખ્યામાં યુગલો એ પૂજા વિધિ નો લાભ લીધો હતો. અને સાંજે 5:30 ના અરસામાં યજ્ઞ પુર્ણાહુતિ યોજાશે અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. સદર યોજાયેલ નવચંડી મહાયાગનો તથા મહાકાળી માતાજીના દર્શન પૂજનનો લાભ લેવા ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ