Jetpur: જેતપુરમાં હર્ષા એસ યોગ્ય ક્લબ દ્વારા વિશ્વ યોગ્ય દિવસ ની ઉજવણી કરાઇ
તા.૨૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Jetpur: સમગ્ર વિશ્વમાં 21 જૂન વિશ્વ યોગ્ય દિવસ તરીકે ઉજવામાં આવે છે ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા યોગને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતા દેશવિદેશમાં યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ પર ૧૦મા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત જેતપુરનાં હર્ષા એસ યોગ્ય ક્લબ દ્વારા ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી.
આયોજિત યોગના કાર્યક્રમમાં યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે, ‘યોગ ભગાડે રોગ’ એ વાસ્તવિકતા છે. યોગથી શારીરિક તંદુરસ્તીની ભેટ મળે છે. નિયમિત યોગાભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ કારગર નીવડે છે. યોગથી માનવીમાં સત્કર્મ કરવાની ઊર્જા વિકાસ પામે છે, જે માનવીને ઉન્નતી અને વિકાસ તરફ લઈ જાય છે.આ યોગ્ય ક્લબ માં યુવાનો મહિલાઓ બાળકો સહિત અનેક લોકોએ ઉષાભેર ભાગ લીધો હતો.યોગ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.