BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ “સંગાથ”” હેઠળની સિદ્ધિઓ સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો

બોક્સ:-ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવવી- કલેકટરશ્રી ગાર્ગી જૈન

ભારતના પાંચ રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા)માં કાર્યરત દીપક ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી. આ સામાજિક સંસ્થા વંચિતોના સર્વગ્રાહિ વિકાસ માટે કાર્યરત્ત છે. છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ “સંગાથ” હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું યોજાયો હતો.

દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરતા જિલ્લા ક્લેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવવી. સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

રિસર્ચ અને ડેવલપમેંટ વિભાગના વડાસુશ્રી સ્મિતા મણિયારે જણાવ્યું હતું કે,છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકના ૨૪ ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃત્તાના કાર્ય કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૨૨થી શરૂ કરાયેલા પ્રોજેક્ટ ‘સંગાથ” હેઠળ અત્યાર સુધીમાં કુલ ૪૨૦૦થી વધુ પરિવારોના ૧૩૦૦૦થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ૪૧ હજારથી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને આપવામાં આવી છે. સ્કીમ લિન્કેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે ૭૬૦ કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્સ થયું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.એમ. ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર, દીપક ફાઉન્ડેશનના નિયામક સુશ્રી જાઈ પવાર, ડૉ. પ્રિયંકા મયતિ, સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓ, ફાઉન્ડેશન કર્મચારીઓ અને “સંગાથ” પ્રોજેકટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!