સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરના એન.એસ.એસ. યુનિટ દ્વારા પારપડા ગામે વાર્ષિક કેમ્પ યોજાયો
10 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા.31/12/2024 થી તા.06/01/2025 દરમિયાન પારપડા ગામે 7 દિવસીય વાર્ષિક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ તથા જુદા જુદા નિષ્ણાતો દ્વારા જાગૃતિ અને ગ્રામોત્થાનના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. ગ્રામસફાઈ, ગ્રામરેલી, શેરીનાટક, સૂત્રોચ્ચાર, જનસંપર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે સેવાકીય ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓ કરવામાં આવી. તેમજ જુદાજુદા નિષ્ણાતો જેવા કે કેમ્પની શરૂઆત કરતાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હરચંદભાઈ ચૌહાણ દ્વારા N.S.S ના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું.
વ્યાસન મુક્તિ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત ડૉ. ભારમલ પટેલ, શ્રી અનીલ રાવલ તથા તેમની ટીમે કેમ્પની મુલાકાત લઇ વ્યસન મુક્તિ અંગેની સમજણ આપી હતી. લો કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ શ્રી એ.એન. કારિયા અને શ્રી ગીરીશ સુંઢીયા દ્વારા અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સામાજિક
કાર્યકર્તા શ્રી વસંતભાઈ લીમ્બાચીયા દ્વારા HIV-AIDS જાગૃતિ અંગેની માહિતી આપવામાં આવી હતી.
ડૉ. હિતેશ મોદી દ્વારા વિદ્યાર્થીઓને તથા ગામની બહેનોને બેંક ઓફ બરોડા દ્વારા ચાલતી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (RSETI) અંતર્ગત સ્વરોજગાર માટે સંસ્થામાં ચાલતી વિવિધ વ્યવસાયિક તાલીમ વર્ગો વિશે માહિતી આપવામાં આવી. નીતિનભાઈ રાવત દ્વારા નાટક – ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ માણયો હતો. કેમ્પ દરમિયાન પારપડા ગામમાં આવેલ રામાપીરના મંદિરે વિશાળ મેલો ભરાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સેવા પૂરી પાડી હતી. વિશેષમાં આ કેમ્પ દરમિયાન N.S.S ના વિદ્યાર્થીઓ માટે પારપડા ગામની બાજુના ગામ મોરીયામાં આવેલી બનાસ મેડિકલ કોલેજની મુલાકાત કરવામાં આવી જેમાં કોલેજમાં આવેલી વિવિધ લેબોરેટરીઓ, માનવઅંગોનું મ્યુઝિયમ, વિવિધ રિસર્ચ લેબોરેટરીઓ નિહાળી હતી. ડૉ હિતેશ મોદી દ્વારા બેંક ઓફ બરોડા દ્વારા ચાલતી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (RSETI) અંતર્ગત સ્વરોજગાર માટે સંસ્થામાં ચાલતી વિવિધ વ્યવસાયિક તાલીમ વર્ગો વિશે માહિતી આપવામાં આવી. કેમ્પના ઉદઘાટન અને પુર્ણાહુતી પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગર ઉપસ્થિત રહ્યા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પનું સમગ્ર આયોજન તથા સફળ સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર શ્રી આર.ડી. વરસાત તથા ડૉ.એસ.આઈ.ગટિયાલાએ કર્યુ હતું.