SABARKANTHA
સાબરકાંઠા જિલ્લા માં ગત સમયમાં પ્રમોશનથી ક્લાર્કમાં ઉમેદવારો લેવાયા હતા…..
અહેવાલ:- પ્રતીક ભોઈ
સાબરકાંઠા જિલ્લા માં ગત સમયમાં પ્રમોશનથી ક્લાર્કમાં ઉમેદવારો લેવાયા હતા જેમાં વ્યક્તિદીઠ 15000 લેવાયા હોવાની લોકમુખે ચર્ચાતી વાતે સમગ્ર સાબરકાંઠા ને જનજોળીને મૂક્યું છે. 31 ક્લાર્ક ઉમેદવાર પાસે થી 4,65,000 લેવા માં આવ્યા છે પૈસા લેવા વાળા દલાલો શિક્ષણ વિભાગના હોવા ની પૂરેપૂરી શક્યતાઓ હોવાની લોકમુખે ચર્ચા છે. ઉપરોક્ત સમગ્ર પ્રકરણ ની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો ઘણા ખરા અધિકારીઓના નામ બહાર આવે તેમ છે તેઓ સમગ્ર સાબરકાંઠા જિલ્લા ની જનતા ઈચ્છી રહી છે. કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય અને ભ્રષ્ટાચારી ઓ ખુલ્લા પડે અને તેમને ન્યાયિક કડક થી કડક દંડની ય સજા થાય. તેવી માંગ છે.
વિશેષ મા આવનાર પ્રિન્સિપલોની ભરતી માં પણ મોટી ગેરરીતી ભ્રષ્ટાચાર થશે જ તેવું લોકમુકખે ચર્ચાઈ રહ્યું છે.