હાલોલમાં શ્રીજીના આગમન ની શોભાયાત્રામાં ભક્તોનુ કીડિયારું ઉભરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૯.૨૦૨૪
આગામી શનીવાર ને 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોવાને લઈ હાલોલમાં દસ દિવસ માટે આતિથ્ય માનવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા થઈ રહ્યું છે.ત્યારે કંજરી રોડ પર મધુવન પાર્ક ખાતે બિરાજમાન તેમજ સ્ટેશન રોડ ખાતે સાઈ મંદિર પાસે બિરાજમાન વિઘ્નહર્તા ગ્રુપ અને વિઠ્ઠલ ફળિયા યુવક મંડળ ના શ્રીજી આવતા હાલોલ નગરના હજારો ગણેશ ભક્તો શ્રીજીની સ્વાગત માટે નગરના મુખ્ય માર્ગો પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ગત સાંજે હાલોલ ફાયર ફાઈટર થી સિવાય ગ્રુપના શ્રીજીની સવારી નીકળી હતી તેમજ સરસ્વતી સ્કુલ ખાતેથી વિઠ્ઠલ ફળિયા યુવક મંડળ ના શ્રીજીની સવારી નીકળી હતી જેમાં પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિહજી પરમાર,હાલોલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કંજરી રોડ પર સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઘ્નહર્તા સાઈ ગ્રુપની શ્રીજીની સવારી શુક્રવારે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટીયા હતા જ્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજજ જોવા મળી રહ્યું છે.

















