GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરમાં તાજેતરમાં ત્રણ દિવસ માં ચાર બાઈક ની ઉઠાંતરી ની ધટનાની સમાચાર ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સંતરામપુર તાલુકાના ગામડામાં તસ્કરો ત્રાટક્યા…

સંતરામપુર નગરમાં તાજેતરમાં ત્રણ દિવસ માં ચાર બાઈક ની ઉઠાંતરી ની ધટનાની સમાચાર ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સંતરામપુર તાલુકાના ગામડામાં તસ્કરો ત્રાટક્યા…

અમીન કોઠારી મહીસાગર….

સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના પોલીસ મથક હદ વિસ્તારના મોટીસરસણ આઉટ પોસ્ટ હદના ગોધરપશ્રિમ ગામે તથાં જુનાં કાળીબેલ ગામે ગતરાત્રીના સુમારે તસ્કર ટોળકીએ ત્રાટકી ને તરખરાટ મચાવતાં ગ્રામવાસીઓ માં ભારે ભયનો માહોલ છવાયો જોવાં મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ જુનાં કાળીબેલ ગામે બે મકાનો ને નિશાન બનાવી ને તસ્કરી કરીને ફરાર થઈ ગયેલ અને ગોધરા( પ ) ગામે પગી ફળીયામાં ચાર ધરો ને બાપુ ફળીયા વિસ્તારમાં બે ધરો ને નિશાન બનાવી ને રાત્રીના અંધકાર નો લાભ લઇ ને ધરફોડ ચોરી કરી ફરાર થઇ ગયા ની ધટના બનતાં આજરોજ જુનાં કાળીબેલ ને ગોધર પશ્રિમ નાં સરપંચ સહિત ચોરી નાં બનાવ ની જાણ કરવા સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતાં.ને આ ચોરી ની ગંભીર બનાવમાં પોલીસે અરજદારો ની લેખિત અરજી ઓ લ ઈને તપાસ કરવાની હૈયાધારણા આપેલ જોવા મળતી હતી.
આ તસ્કરી ની ઘટના માં સોના ચાંદી નાં દાગીના અને રોકડ રકમ ની પણ મોટી રકમની ચોરી થયા નું આ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.

સંતરામપુર તાલુકામાં ને નગરમાં તસ્કરો ને બાઈક ચોરો નો ઉપદૂવ વધતો જતો હોય આ ઉપપ્રદૂવ ને અટકાવવા જીલ્લા નું પોલીસ તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્ર તેની નિષ્ક્રિયતા ત્યજીને સક્રિય થઈ આ ગુનાઓનો ભેદ ઊકેલી ને તસ્કરો ને ઝડપી પાડવા સક્રિયતા દાખવશે ખરૂ ???

Back to top button
error: Content is protected !!