
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકે ભેંસ દૂધ ન આપતા વેંચી નાખી, ભેંસના રૂપિયા BZ માં રોક્યા હોવાની ચર્ચાઓ જામી,માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ..!!
સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર બી ઝેડ પોન્ઝી સ્કિમમાં હજારો રોકાણકારોના લાખો અને કરોડો રૂપિયા ફસાયા છે.મોડાસા તાલુકાના સહીત અનેક તાલુકાઓ માં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ સ્કીમમાં જોડાયા હતા અને રોકાણ કર્યું હોવાની વાતો ચર્ચાઈ રહી છે લોકોના લાખો રૂપિયા બી.ઝેડની પોંઝી સ્કીમમાં રોકાયા છે. CID તપાસ બાદ દિવસે દિવસે અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે બી.ઝેડ પોંઝી સ્કિમના નવા ખુલાસા થાય છે ત્યારે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાના ધંધાદારી, ખેડૂતો, નિવૃત્ત કર્મીઓ તેમજ પશુપાલકોના રૂપિયા રોકાયા હોવાની ચર્ચાઓ ચારે કોર જામી છે ત્યારે મોડાસામાં એક નવી ચર્ચા એ જોર પકડ્યું છે જેમા મોડાસાના એક ગામના પશુપાલકની ચર્ચાઓ જામી છે જેમાં જે રીતે લોકવાયકાઓ મુજબ પશુપાલકે ડેરીમાં થી ભેંસ ખરીદવા માટે લોન લીધેલ હતી અને એ લોનમાંથી એક ભેંસ ખરીધી હતી લોક ચર્ચાઓ મુજબ આ પશુપાલકે પોતાના ગુજરાન માટે ભેંસ ખરીદી હતી.પરંતુ થોડા સમય પછી ભેંસે દુધ આપવાનુ બંધ કરી દેતા પશુપાલકે ભેંસને રૂ.થી 60 થી 70 હજારમાં વેચી દીધી હતી. અને વેચેલી ભેંસની રકમ પશુપાલકે BZની સ્કીમમાં રોકી હતી પરંતુ BZ પર થયેલ CID ની કાર્યવાહી પછી રોકાણકારોના રૂપિયા અટવાયા છે જેમાં આ પશુપાલક માથે આભ ફાટ્યા જેવી સ્થતિ છે આ સમગ્ર અહેવાલ લોક મુખે ચર્ચાઈ રહેલ વિવિધ ચર્ચાઓ આધારિત પ્રસારિત કરેલ છે જેની પૃષ્ટિ વાત્સલ્ય સમાચાર કરતુ નથી





