BHARUCHGUJARATNETRANG

ભરૂચ જીલ્લા કક્ષાએ યોજાયેલી SGFI શાળાકીય રમત સ્પર્ધામાં શણકોઇની કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ની વિધાઁથીનીઓએ ૧૭ ગોલ્ડ,૧૧ સિલ્વર અને ૨ બોન્ઝ સાથે ૩૦ મેડલ પ્રાપ્ત કર્યા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમત એસ, જી,એફ,આઇ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૫-૨૬ જીલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૯ ના રોજ તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાઇ હતી, જેમાં નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં અભ્યાસ કરતી ૨૬ જેટલી વિધાઁથીનીઓએ ભાગ લીધો હતો.

 

આ એથ્લેટિક્સ સ્પર્ધામાં અંડર ૧૪ માં ( ૧ ) વસાવા નેહા ચક્રફેંકમાં પ્રથમ કમે વિજેતા (૨) વસાવા વૈશાલી ગોળાફેંક પ્રથમ કમે વિજેતા (૩) વસાવા સુહાના ચક્રફેંકમાં બીજા કમે વિજેતા થઈ હતી.

 

અંડર ૧૭માં (૧) વસાવા સંજના ઉચીકુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા કમે વિજેતા (૨) વસાવા હિરલ લંગડીફાળ કુદમાં બીજા કમે વિજેતા (૩) વસાવા કોમલ ગોળાફેંક માં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા કમે વિજેતા (૪) વસાવા સ્વેતલ ચક્રફેંકમાં પ્રથમ કમે વિજેતા (૫) વસાવા દિપીકા ગોળાફેંકમાં બીજા કમે વિજેતા (૬) ચૌધરી પ્રિયાંશી લંગડીફાળ કુદમાં પ્રથમ કમે વિજેતા (૭) વસાવા નિશા બરછીફેંકમાં પ્રથમ વિજેતા (૮) વસાવા સેજલ ૩૦૦૦ મી દોડમાં પ્રથમ કમે વિજેતા.

 

અંડર ૧૯ માં (૧) વસાવા રોજની ઉચીકુદમાં પ્રથમ અને ૮૦૦ મી દોડમાં પ્રથમ કમે વિજેતા (૨) વસાવા હિરલ લાંબીકુદમાં પ્રથમ અને લંગડીફાળમાં બીજા કમે વિજેતા (૩) વસાવા કૌશલ્યા લંગડીફાળ કુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા કમે વિજેતા (૪) વસાવા શીતલ ચક્રફેંકમાં પ્રથમ કમે વિજેતા (૫) વસાવા રવિના બરછીફેંકમાં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા કમે વિજેતા (૬) વસાવા સંજના ગોળાફેંકમાં પ્રથમ કમે વિજેતા (૭) વસાવા સોનલ ગોળાફેંકમાં બીજા કમે વિજેતા (૮) વસાવા દક્ષા બરછીફેંકમાં બીજા કમે વિજેતા (૯) વસાવા રાધિકા ૧૦૦ મી દોડમાં પ્રથમ કમે વિજેતા (૧૦) વસાવા ટિંકલ ૨૦૦ મી દોડમાં બીજા કમે વિજેતા (૧૧) વસાવા નિર્મલા ૪૦૦ મી દોડમાં બીજા કમે વિજેતા (૧૨) વસાવા રોશની ૪૦૦ મી દોડમાં બીજાણકમે વિજેતા (૧૩) વસાવા દિપીકા ૧૫૦૦ મી દોડમાં પ્રથમ કમે વિજેતા

થઈ હતી.

 

આમ શણકોઇ ની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની વિધાઁથીનીઓએ જીલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ૧૭ ગોલ્ડ મેડલ,૧૧ સિલ્વર મેડલ અને ૨ બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનુ તેમજ નેત્રંગ તાલુકાનું ગૌરવ વધારતા આનંદ ની લાગણી ફરીવળી છે.

 

Back to top button
error: Content is protected !!