AHAVADANGGUJARAT

નવસારી ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં ૫૭ સ્ટોલ થકી મહિલાઓએ ત્રણ દિવસમાં ૨૪ લાખનું વેચાણ કર્યું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*ત્રણ દિવસ માટે યોજાયેલા મેળામાં ૨૩ હજાર કરતા વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી*

ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા-૨૦૨૫” અંતર્ગત ૫૨ ક્રાફ્ટ સ્ટોલ અને ૫ ફુડ સ્ટોલ સહિત ૫૭ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા, સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જવેલરી હર્બલ પ્રોડ્ક્ટ વુડન ટોઇઝ, ગાર્મેન્ટ, નાસ્તા, જુયુસ હર્બલ પ્રોડ્ક્ટ, ડાંગી થાળી અથાણાં પાપડ, મધ, સાબુ, શેમ્પુ, શાકભાજી, બિયારણ,ઓર્ગેનિક ગોળ, કઠોર જેવી અનેક વસ્તુઓ ઉપરાંત જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્વદેશી ઉત્પાદનો હસ્તકલા સામગ્રી અને ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરાયુ હતુ. આ ત્રિવસીય “સશક્ત નારી” મેળામાં અંદાજે  રૂપિયા ૨૪ લાખનું વેચાણ થયેલ છે, તથા અંદાજીત ૨૩ હજારથી વધુ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લઇ, “સશક્ત નારી મેળામાં”,મહિલાના ઉત્સાહમાં વધારો કર્યો છે. “સશક્ત નારી મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ સખીમંડળના કુલ ૨૦ સ્ટોલ, કૃષિ વિભાગના ૪, મહિલા આર્થિક વિકાસ નિગમના ૭ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ૮, બાગાયતના ૭. કો-ઓપરેટીવ -૪ , આરોગ્ય કેન્દ્ર-૧ માહિતી અને જાગૃતતા સેન્ટર મિશન લાઇફ – ૧, કેચ ધ રેઇન-૧ જેવા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નવસારી ખાતે યોજાયેલો “સશક્ત નારી મેળો” અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે સાથે યાદગાર પણ બન્યો છે.

Back to top button
error: Content is protected !!