શ્રી વિનય વિદ્યા મંદિર થરામાં ધો.-૧૦ પરીક્ષામાં વિધાર્થીઓને કંકુ તિલક અને મ્હોં મીઠુ કરી પ્રવેશ આપાયો..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનયવિદ્યા મંદિરમાં આજથી શરૂ થતી ધો.- ૧૦ ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખ અણદાભાઈ આર.પટેલ ની ઉપસ્થિતિમાં આચાર્ય હરેશભાઈ એસ ચૌધરી,શિક્ષક નાથાભાઈ ચૌધરી,માંનદેવસિંહ સી.વાઘેલા રાણકપુર સહીત દરેક વિધાર્થીઓને કંકુ તિલક કરી અક્ષત લગાવી ચોકલેટ તથા પેંડા દ્વારા મોં મિઠુ કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.યુનિટ ૧/૨ માં કુલ ૫૪૦ વિદ્યાર્થીઓ માંથી ૫૨૩ વિધાર્થીઓ હાજર અને ૧૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સ્થળ સંચાલક યુનિટ-૧ માં હરેશભાઈ ચૌધરી, યુનિટ-૨ માં નટવરલાલ શેખલિયા એ ફરજ બજાવી હતી.એકદમ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530