
ઉનાળાની સિઝનમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થતા હોવાથી સિવિલ હોસ્પિટલ બ્લડ સેન્ટર ખાતે દર્દી માટે જરૂરી લોહીની અછત વર્તાઈ શકે છે. આવી અછતના સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે જૂનાગઢની જનતા તથા બ્લડ ડોનેશન માટે કાર્યરત એનજીઓ (બિનસરકારી સંસ્થા)ને અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવું અથવા જે સ્થળ પર કેમ્પ ચાલુ હોય ત્યાં વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાતા દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે. જેથી સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી લોહી સમયસર મળતું રહે. એમ જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ તબીબી અધિકક્ષકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



