SABARKANTHA

સાબરડેરી દ્વારા દૂધની વાર્ષિક રીટેન્શન મની આગામી ૨ ઑગસ્ટે ચૂકવવામાં આવશે

સાબરડેરી દ્વારા દૂધની વાર્ષિક રીટેન્શન મની આગામી ૨ ઑગસ્ટે ચૂકવવામાં આવશે
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની ખેતી બિયારણ ખરીદી, બાળકોની શિક્ષણ ફી જેવી જરૂરિયાત માટે વર્ષ આખરે સાબરડેરી દ્વારા અપાતી રીટેઈન મની રકમ ચૂકવી આપવા અંગે પ્રવર્તી રહેલ અસમંજસ બાબતે ભારતીય કિસાન સંઘ,ધારાસભ્યો,દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ અને દૂધ ઉત્પાદક સભાસદો દ્વારા રજૂઆત કરવામાં આવેલ જે અનુસંધાને આજે તા.૨૪મી જુલાઇ ના રોજ સાબરડેરીના નવ નિર્વાચિત નિયામક મંડળના સભ્યોશ્રીની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં તથા દૂધ મંડળીઓની આવેલ લેખિત માગણી અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો સભાસદોના આર્થિક હિતને ધ્યાને રાખી સામૂહિક રીતે નિર્ણય કરી સંઘના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને સંઘની ખાસ સાધારણ સભા બોલાવવા સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તેથી મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા આગામી તા.૩૧/૦૭/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે સંઘ સભાસદ દૂધ મંડળીઓની ખાસ સાધારણ સભાનું આયોજન સાબરડેરી ખાતે કરવામાં આવેલ છે જેમાં સંઘના વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક હિસાબો મંજૂર થયે વર્ષ આખરની ચૂકવવાપાત્ર રીટેન્શન મની તા.૨/૦૮/૨૦૨૪ ના રોજ ચુકવણી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!