કાલોલ તાલુકાના અડાદરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાન ને અડફેટે લેતાં મોત નિપજ્યું
તારીખ ૦૫/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રીછા તલાટી ફળિયા ખાતે રહેતા ભીખાભાઈ મકનભાઈ રાઠોડ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેવો ના નાના ભાઇ ગોપાલભાઈ ઉર્ફે ભારતભાઇ મકનભાઇ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ પોતાની બહેન ની સાસરીમાં બહેને મળવા માટે અગાસીની મુવાડી ગામે ગયેલ જ્યાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી અડાદરા એમ.આર.હાઇસ્કુલ ની સામેના રોડ ઉપર અગાસીની મુવાડી તરફ થી ચાલતા જતા ગોપાલભાઈ ઉર્ફે ભારતભાઇ ને ટક્કર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં જમણો પગ તથા ડાબો હાથ અને પેટનો ભાગ કચડી નાખી ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટયો હતો જે અંગેની ફરિયાદ મરણ જનાર ભાઇ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એલ કામોળ દ્વારા કરવામાં આવી છે.