અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ :છીટાદરા ગામે ઘરમાં આગ લાગી ઘરનો અડધો ભાગ બળી ને ખાખ, બે પશુના મોત,ઘઉં સહીત ગરવખરી બળી ગઈ ફાયર ટીમ સહીત પોલિસ ઘટના સ્થળે
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિન પ્રતિદિન આગ લાગવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકાના છીટાદરા ગામે અચાનક બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી જેની અંદર મળતી માહિતી અનુસાર વાસુભાઇ ગાનાભાઈ પારગી નામના છીટાદરા ગામે એકાએક આગ લાગી હતી અને આગમાં ઘરનો અડધો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો જેની અંદર એક ભેસ તેમજ એક પાડી હતી એ પણ આગની જપેટની અંદર આવતા મૃત્યુ પામી હતી બીજી તરફ આગ ખેતરની અંદર પ્રસરતા ખેતરમાં રહેલો ઘઉંનો પાક પણ બળી ને ખાખ થઈ ગયો હતો આગના પગલે લઈને ઈસરી પોલીસ તેમજ મોડાસા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. મોડાસા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇસરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું હતું આગ લગવાથી ઘર તેમજ પશુ સહીત ખેતી પાકને નુકસાન પહોંચ્યું હતું જેને લઈને ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી