ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો
ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે આ વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. તો સાથે જ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ પ્રેશર એરિયા 30 ઓગસ્ટે પૂર્વી અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ જારી રહેશે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં વરસાદ ચાલુ રહેશે. ઓડિશામાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય આસામ, મેઘાલયમાં 29 ઓગસ્ટ અને ત્યારબાદ 1 થી 4 સપ્ટેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. અરુણાચલ પ્રદેશમાં 2 થી 4 સપ્ટેમ્બર અને ઓડિશામાં 1 સપ્ટેમ્બરે ભારે વરસાદ ચાલુ રહેશે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો કોસ્ટલ કર્ણાટકમાં 30 ઓગસ્ટે, કેરળ, કર્ણાટકમાં 29 અને 30 ઓગસ્ટે, કોસ્ટલ કર્ણાટકમાં 29, 31 ઓગસ્ટ, કોસ્ટલ આંધ્રપ્રદેશ, 30 અને 31 ઓગસ્ટે યાનમમાં ભારે વરસાદ થવાની છે. . ઉત્તર ભારત અંગે હવામાન વિભાગનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને યુપીમાં વરસાદની મોસમ ચાલુ રહેશે. જેમાં પંજાબમાં 29 ઓગસ્ટ, જમ્મુ અને કાશ્મીરમાં 29 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડમાં 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બર, પશ્ચિમમાં 2 સપ્ટેમ્બર. ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ રાજસ્થાનમાં 2 અને 3 સપ્ટેમ્બરે અને પૂર્વ રાજસ્થાનમાં 1, 3 અને 4 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે.




