કાંકરેજ સહિત રાધનપુર ડિવિઝનમાં આવતા ગામડાઓમાં ૨૨ જેટલી વીજ ટીમો ત્રાટકી ૧૧૦ લોકોને રૂ.૧૭ લાખનો વીજ ચોરીનો દંડ ફટકાર્યો.
કાંકરેજ સહિત રાધનપુર ડિવિઝનમાં આવતા ગામડાઓમાં ૨૨ જેટલી વીજ ટીમો ત્રાટકી ૧૧૦ લોકોને રૂ.૧૭ લાખનો વીજ ચોરીનો દંડ ફટકાર્યો.

કાંકરેજ સહિત રાધનપુર ડિવિઝનમાં આવતા ગામડાઓમાં ૨૨ જેટલી વીજ ટીમો ત્રાટકી ૧૧૦ લોકોને રૂ.૧૭ લાખનો વીજ ચોરીનો દંડ ફટકાર્યો.
કાંકરેજ તાલુકામાં છેલા ત્રણ દિવસમાં રાધનપુર વિભાગીય કચેરી હેઠળની થરા,દિયોદર, રાધનપુર, વારાહી પેટા વિભાગીય કચેરીઓના તાબાના વિવિધ ગામડાઓમાં જી.યુ.વી.એન. એલ.દ્વારા વિજચોરી અટકાવવા વહેલી સવારે રોજે રોજ ૨૨ જેટલી ચેકીંગ ટિમો દ્વારા તા. ૦૭/૦૪/૨૦૨૫ થી તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ એસ.આર.પી.જવાનોને સાથે રાખીને સઘન વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ વીજ ચેકીંગ દરમ્યાન વીજચોરી કરતા ૧૧૦ જેટલાં ઈસમોને ઝડપી પાડીને તેમને આશરે રૂપિયા ૧૭ લાખ જેટલો દંડ ફટકાર્યો હોવાનું રાધનપુર ડિવિઝનના વીજ કર્મીના અધિકારીઓએ જણાવ્યું હતું. વીજ ચેકીંગથી સમગ્ર પંથકમાં વિજચોરી કરતા તત્વોમાં વ્યાપક ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તો આ અંગે બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતાજી મકવાણા (ઠાકોર) એ જણાવ્યું હતું કે જે લોકો વીજ ચોરી કરે છે તેવા લોકોને ભલે દંડ આપે પરંતુ વીજ કર્મીઓ પોલીસ ના કાફલા સાથે નિર્દોષ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જઈ જગતના તાતને ધમકાવવાનું અને ડરાવવાનું કામ કરે છે તે ખોટું છે.એવો ક્યાં ખેડૂત ૩૦૨ નો આરોપી છે કે તેમને પોલીસ ના કાફલા સાથે ચેકીંગ કરવું પડે છે !!! મોટા મોટા ઉધોગ પતિઓ મોટા પ્રમાણમાં વીજ કર્મીઓની સાંઠ ગાંઠથી વીજચોરી કરાવતા હોય છે તેઓને છાવરે છે અને ખેડૂતો સમયસર વીજ બિલ ભરે છે અને ક્યારેક કેબલ બળી જાય અને વીજ વિભાગમાં અરજી આપ્યા પછી પણ રિપેરિંગ કરવા દિવસો સુધી આવતા નથી ક્યાંક ખેડૂત તેવા કિસ્સામાં પશુ પાલન જીવતું રાખવા વીજ વપરાશ ની ચોરી કરે તો તેમને દંડવાના ??? આ ક્યાંનો ન્યાય તેવો આક્ષેપ કર્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




