હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ- નવી દિલ્હીના ચેરમેનશ્રી એમ.વેન્કટેશનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
અહેવાલ:- પ્રતિક ભોઈ
*હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ- નવી દિલ્હીના ચેરમેનશ્રી એમ.વેન્કટેશનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ*
**
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ- નવી દિલ્હીના ચેરમેનશ્રી એમ.વેન્કટેશનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ચેરમેનશ્રી એમ.વેન્કટેશને જણાવ્યું હતું કે, સફાઇ કર્મચારીઓને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન કરવાનો ઉમદા આશય આ આયોગનો છે. સફાઇ કામદારોને સમાજની મુખ્યધારા સાથે ભેળવવાના ભાવ સાથે સમગ્ર રાષ્ટ્રમાં સફાઇ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા માટે આ આયોગ કામ કરી રહ્યું છે.કર્મયોગીઓનું સન્માન કરવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે.
આ બેઠકમાં સફાઇ કર્મયોગીની સાથે ચર્ચા કરી તેમના મુખે પ્રશ્નો સાંભળ્યા હતા. સફાઇ કર્મચારીઓને આયોગ દ્વારા તેમને મળતો પગાર,ઓળખકાર્ડ આપવામાં આવે છે કે નહિ, કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓને ઇન્સ્યોરન્સ છે કે નહિ, સમયાંતરે આરોગ્યની ચકાસણી થાય છે કે નહિ વગેરેની માહિતી મેળવી હતી.આ બેઠકમાં સફાઈ કર્મચારીઓને દૈનિક કામના કલાકો, દૈનિક પગાર, આઈકાર્ડ, યુનિફોર્મ, હેલ્થ ઈન્સ્યોરન્સ, પી.એફ., સેલરી સ્લીપ, ગણવેશ, હેલ્થ ચેકઅપ અંગે કર્મચારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.સફાઇ કામદારોને મુક્ત મને પોતાની વાત રજૂ કરી હતી.સફાઇ કામદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારી- એજન્સીના સંચાલકો સાથે ચર્ચા-વિર્મશ કર્યા હતા.
સફાઈ કર્મચારીઓને કોઈ પણ સમસ્યા કે અગવડ હોય તો તેઓએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના લેન્ડ લાઈન નં.૦૧૧-૨૪૬૪૮૯૨૪ પર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ ફરિયાદ નોંધાવી શકે છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી રતનકંવર ગઢવીચારણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, એજન્સીના સંચાલકો તથા સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**