મડાણા ગઢ ગામે સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી પાણી પરબ ખુલ્લી મુકાઈ

26 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મડાણા ગઢ ગામે સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી પાણી પરબ ખુલ્લી મુકાઈ પાણીના કુંડા તેમજ પક્ષીઘરનું પણ વિતરણ કરાયુ પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી સૌ સામાજિક – રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બસ સ્ટેન્ડ ઉપર ઠંડા પીવાના પાણીની પરબ શરુ કરવામાં આવી હતી ..તેમજ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને રાહત મળે એવા ઉમદા હેતુથી પાણીના કુંડા તેમજ ચકલીઘર પણ વિતરણ કરવામાં આવ્યા હતા .
આ કાર્યક્રમમાં પાલનપુર તા.ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) , જયંતિભાઈ બાઈવાડીયા , અશોકભાઈ ગામી , ઉપસરપંચ ઈશ્વરસિંહ સોલંકી , રામસિંહ સોલંકી , નિ.જમાદાર પ્રભાતસિંહ દરબાર, ગોવિંદસિંહ , મણીસિંહ , મુકેશસિંહ , ગોવિંદભાઈ મેણાત , રમેશભાઈ ચૌધરી ,જગદીશભાઈ ત્રિવેદી , વિનુજી મડાણીયા , પ્રા.આરોગ્ય કેન્દ્ર પરિવાર , પ્રા.શાળા પરિવાર સહિત સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા





