પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગર ખાતે છેલ્લા કેટલાય સમયથી ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે.નગરના બજાર વિસ્તારમાં આવેલ કેટલીક દુકાનો ના રાત્રિ દરમિયાન તાળા તોડીને ચોરો હાથ સાફ કરીને રોકડ રકમ અને મુદ્દામાલ ચોરી ગયાના બનાવો સામે આવ્યા.ત્યારબાદ થોડા દિવસ બાદ ઉમરેઠ લીંગડા રોડ પર એક ગેરેજમાં અને બેકરીમાં ચોરોએ હાથ સાફ કર્યા.પ્રાપ્ત માહિતી મુજબ ચોરોએ બેકરી માંથી ૯૫૦૦૦ રોકડ તથા ૧૫ તોલા કેસરની ચોરી કરી હતી.ગત રોજ ઉમરેઠ વિંઝોલ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં ચોરોએ અનેકો બંધ મકાન પર નિશાન સાધીને રાત્રિ દરમિયાન તાળા તોડીને હાથ સાફ કર્યા હતા.આમ ચોરોના આતંકથી ઉમરેઠ નગરની પ્રજા ખૂબ હેરાન પરેશાન છે અને પ્રજામાં ભય નો માહોલ પ્રસરી ગયો છે