
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગરમાં ભાજપ પ્રમુખની વરણીને લઈ ડખો ઉભો થયો છે.સૌથી વધુ બહુમતી ધરાવતા ઠાકોર સમાજના ઉમેદવારની પસંદગી ન કરાતાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.બુધવારે બપોરે તાલુકા ભાજપ પૂર્વ સંગઠન મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓએ જગાપુરા ખાતે મંદિરમાં બેઠક યોજી નારાજગી વ્યક્ત કરી આ મુદ્દે ફેર વિચારણા નહીં કરાય તો મહેસાણા કમલમ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે.
આ અંગે તાલુકા ભાજપ પૂર્વ સંગઠન મહામંત્રી બકાજી ઠાકોરે જણાવ્યું હતુ કે વડનગર તાલુકામાં સૌથી વધુ બહુમતી ધરાવતો ઠાકોર સમાજ છે.જીતુંજી ઠાકોર, દિલીપજી ઠાકોર અને પોપટજી ઠાકોરે બાઈટ આપી આક્રોશ ઠાલવ્યો હતો સાથે સાથે ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ આગેવાનો પણ મીટીંગમાં તેમનું મંતવ્ય રજૂ કરી આક્રોશ થી ઠાલવ્યો હતો, તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નાનકડાં સમાજને વર્ચસ્વ આપવામાં આવ્યું છેે.આ અમને સ્વીકાર્ય નથી મારો ઠાકોર સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે.તેમ છતાં અમને અન્યાય કરવામાં આવ્યો છે.આ માટે આગામી સમયમાં શું કરવું તેના આયોજનને લઈ આજે બેઠક યોજી રણનિતી ઘડવામાં આવી હતી.ભાજપે જે ઉમેદવારને પ્રમુખ બનાવ્યો છે.તે અમે સ્વીકારીશું નહીં.




