MADAN VAISHNAV43 minutes agoLast Updated: October 27, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વહુ ઘરમાં કામ કરતી નથી અને પુત્ર ઘરમાં પૈસા આપતો નથી એમ કહી સાસુ સગાવાળામાં બદનામી કરતી હતી ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપતા વિખૂટા પડતા પરિવારને બચાવાયું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ઉપર કોલ કરી જણાવ્યું કે, દિયર અને સાસુ ઘરમાંથી નીકળી જવા કહે છે અને હેરાનગતિ કરે છે. જેથી ૧૮૧ની ટીમ જણાવેલા સરનામે પહોંચી હતી. સ્થળ પર હાજર પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં પ્રેમ લગ્ન કર્યા હતા અને ઘરમાં પતિ, સાસુ અને બે દિયર સાથે રહેતા આવ્યા છે. બેમાંથી એક દિયર કમાય છે પણ તે ઘર ખર્ચ માટે કેટલા પૈસા આપતા તે વાત છૂપી રાખતા હતા. ઘરમાં સાસુ દ્વારા વારંવાર કામની બાબતે ઘર કંકાસ કરવામાં આવતો હતો. પતિ દર મહિને રૂપિયા ઘર ખર્ચ માટે આપતા હોવા છતાં આરોપ લગાવતા કે ઘરમાં પૈસા આપતા નથી અને હંમેશા સગાવાળાઓમાં બદનામી કરતાં કે પૈસા આપતો નથી અને વહુ ઘરનું કામ કરતી નથી.
ગતરોજ સાસુએ ઝગડો કરતા પિત બાઈક લઈને નોકરી પર જતા હતા ત્યારે ગાડીની ચાવી સાસુએ લઈ લીધી અને ઘરમાંથી નીકળી જવા જણાવ્યુ હતું. જેથી મહિલાએ ૧૮૧ અભયમ ટીમને ફોન કર્યો હતો. ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપતા પરિવાર વિખૂટું ન પડે તે માટે ઘરના કામોની સાસુ અને વહુમાં વહેંચણી કરી આપવામાં આવી હતી. ઘરમાં બે દીકરા કમાતા હોય જેઓ દર મહિને સરખી રકમ ઘરમાં આપશે. ઘર ખર્ચ માટે તથા તેના હિસાબ/ખર્ચની નોંધ કરવામાં આવે જેથી બંને પક્ષે પૈસાનો હિસાબ ક્લિયર રહે અને મનદુઃખ ન થાય. આમ, ૧૮૧ એ બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરતા બધા સભ્યો સહમત થતા સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
«
Prev
1
/
77
Next
»
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
«
Prev
1
/
77
Next
»
MADAN VAISHNAV43 minutes agoLast Updated: October 27, 2025