બનાસકાંઠાના દાંતા તાલુકાના વિવિધ અંતરિયાળ ગામો માં સાથસંસ્થા અમદાવાદ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન અપાયુ

26 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના દાંતા તાલુકાના વિવિધ અંતરિયાળ ગામો માં સાથસંસ્થા અમદાવાદ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન અપાયુ.સાથ સંસ્થા અમદાવાદ દ્રારા પાલનપુર અને દાંતા તાલુકા મહિલા જાગૃતિ પરિયોજના નો અમલ.સાથ સંસ્થા અમદાવાદ દ્રારા બનાસકાંઠા જિલ્લાના ના દાંતા તેમજ પાલનપુર તાલુકા ના વિવિધ ગામો માં સંહિતા પરિયોજના કાર્યરત છે. જે અનુસંધાને વિવિધ ગામોમા મહિલાઓ ને MHH માસિક ધર્મ ને લગતી તાલીમ અને તેના ઇનપુટ આપવામાં આવે છે. આ બાબતે મહિલાઓ ગુપ્ત રોગો થી પીડાતી તેમજ સમાજમા ધકાયેલી બાબત હોવાને કારણે મહિલાઓ ઘણી પીડા અનુભવી હોય છે. તો આ બાબતે સાથ સંસ્થા ની અનુભવી મહિલા ટિમ દ્રારા તાલીમ આપી જાગૃત કરવામા આવે છે. જેમાં મહિલાઓ દ્રારા બહોળો પ્રતિસાદ આપે છે.સાથે સરકાર ની આરોગ્ય અને રોજગારી ની યોજના અને તેના વિશે જાગૃત કરવા મા આવે છે. જેમકે આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ ના ફાયદાઓ અને સરકારી યોજના ના નીતિ નિયમો ના સદર્ભે માહિતી આપવામાં આવે છે. તેમજ જે બહેનો ની પાસે આભા, ઈ શ્રમ અને આયુષ્માન કાર્ડ નથી. તેને તેના જ ઘરે જ ઓનલાઇન કાર્ડ બિલકુલ ફ્રી મા કાઢી આપવામાં આવે છે.આ ઉપરાંત મહિલાના વિવિધ મળેલા અધિકારો બાબતે ધ્યાન દોરવામાં આવે છે. અને આરોગ્ય અંતર્ગત પ્રાકૃતિક ખેતી, કિચન ગાર્ડન, પાણીની બચત, બાળકોનું ભણતર બાબતે ચર્ચા કરવામાં આવે છે.સામાજિક કુરિવાજો, વ્યસનો બાબતે જાગૃત કરવા મા આવે છે.આ પ્રોજેક્ટ ના સામાજિક કાર્યકર ડી. એન. ઝાલા એ જણાવ્યુ હતું.કે આ પરિયોજના અંતર્ગત કુલ 4000 મહિલા ની સાથે સરકારી યોજના અંતર્ગત માહિતી, માસિકધર્મ સંબધિત માહિતી તેમજ કિચન ગાર્ડન બાબતે સહાય કરી છે. જેમાં ફિલ્ડ લેવલ પર યોગેશભાઈ, હેતલબેન, ભરતભાઈ નીલમબેન દ્રારા કામગીરી કરવામાં આવી છે. સિનિયર લેવલ પર મયંકભાઇ જોશી, ચિન્મયબેન દ્રારા માર્ગદર્શન પૂરું પાડિયું છે.




