
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ગામ ખાતે પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો.જેમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીને માર માર્યો હતો ત્યારે પત્નીને માથાના ભાગે ઈજા પહોંચતા તેણીનુ મોત નિપજ્યુ હતુ.ગત તા. ૨૬/૧૨/૨૦૨૪નાં રોજ આહવા પોલીસ મથકે અ.મોત અંગેનો ગુન્હો નોંધાયો હતો.જેમા આહવા તાલુકાના વાસુર્ણા ગામ ખાતે રહેતા દક્ષાબેન અરવિંદભાઈ ગાવિતની કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોવાનું જણાઇ આવ્યુ હતુ. જોકે અ.મોતને પગલે આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી અને પી.એસ.આઈ.કે.જે.ચૌધરીની ટીમે પોસ્ટપાર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી.જે બાદ તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ નજરે જોનાર વ્યક્તિની પુછપરછ દરમ્યાન તથા મરણ જનારની પી.એમ નોટ પરથી જાણવા મળ્યુ હતુ કે, અરવિંદભાઇ સિતારામભાઇ ગાવિત અને પત્ની દક્ષાબેન વચ્ચે કોઈ બાબતે ઝગડો તકરાર થયો હતો.જેમાં પતિ અરવિંદભાઇ એ પત્ની દક્ષાને હાથથી માર માર્યો હતો અને માથાના અંદરના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારે તેણીનુ મોત નિપજ્યું હતુ.ત્યારે આહવા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.ડી.કે.ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસની મદદથી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જી.ચૌધરી,એ.એસ.આઈ.પરેશભાઈ તુળજીભાઈ,અ.હે.કો. ગમનભાઈ કરશનભાઈ, પો.કો. કાલીદાસભાઇ દેવરામભાઇ,પો.કો. કિરણભાઇ જીલુજીભાઈ,પો.કો. અનીલભાઇ ગોવીંદભાઈ, પો.કો.અશોકભાઈ પંડિતભાઇ,પો.કો.રોહિદાસભાઇ ચિંતામણભાઈએ સંયુક્ત કામગીરી કરી આરોપી અરવિંદભાઈ સિતારામભાઇ ગાવિતની અટકાયત કરી હતી.તેમજ આરોપીની અટકાયત કરી આહવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..





