
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નારી સંરક્ષણ કેંદ્ર,ખુંધ,ચીખલી,ખાતે એક આશ્રિત બહેનને સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ મુકવામાં આવ્યા હતા.આશ્રિત બહેનની ઉંમર-૧૯ વર્ષ હતી. તેઓ અપરણિત હતા. બહેન છેલ્લા ૨ માસથી અત્રે નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ ચીખલીમાં આશ્રય લઇ રહેલ હતાં. આશ્રિત બહેનને વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વલસાડમાં મુકવામાં આવેલ હતા. ત્યાર બાદ અત્રે નારી સંરક્ષણ કેંદ્ર નવસારી ખાતે મુકવામાં આવેલ હતા. બહેનના જણાવ્યા મુજબ તેઓ વલસાડ જિલ્લાના રહેવાસી છે. તેના માતા થોડા માસ પહેલા જ મુત્યુ પામેલ હતા.તેમના પરિવારમાં આશ્રિત બહેન અને પિતા રહેતા હતા. આ બહેનની માનસિક સ્થિતી ખરાબ થતા બહેન કોઈને પણ જણાવ્યા વગર પોતાના ઘરેથી ચાલી ગયેલ હતા.
આ બહેન વાપી ટાઉન પો.સ્ટે.વિસ્તારના મોરાઈ પોર્કટલ હોટલની સામે સ્પેશીયલ પેપરની બાજુમાં વાપીથી મળી આવેલ હતા.આશ્રિત બહેનની માનસિક સ્થિતી સારી ન હોવાથી પરિવારના સભ્યોના નામ તેમજ તેમના ગામની માહિતી આપતા ન હતા. માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે બહેનની સિવીલ હોસ્પિટલ નવસારીના મનોચિકિત્સક દ્વારા દવા ચાલુ કરેલ હતી.
મનોચિકિત્સકની દવા ચાલુ કરતા વર્તનમાં ફેરફાર થયેલ અને આશ્રિત બહેન દ્વારા તેમના પિતાનું નામ,સરપંચનું નામ તથા સરનામાની જાણ કરેલ હતી જેથી આશ્રિત બહેનએ પોતાનું સરનામું જણાવેલ હતું. જેથી તેમના ગામના સરપંચ સાથે ટેલિફોનિક સંપર્ક કરેલ અને સરપંચના સંકલનમાં રહ્યા હતા.ગામના સરપંચએ બહેના પિતા સાથે સંપર્ક કરાવેલ હતો.આશ્રિત બહેનના પિતા બહેનને ઘરે લઈ જવા માંગતા હતા તથા આશ્રિત બહેન પણ તેમના પિતા સાથે જવા સહમત હતા.જેથી આશ્રિત બહેનને સંસ્થામાંથી પિતા સાથે સ્વૈચ્છાએ મુક્ત થવાની તથા તેમના પિતા દ્વારા આશ્રિત બહેનનો કબજો સંભાળી લેવામાં આવ્યો હતો. આશ્રિત બહેનને જરૂરી સરકારી પ્રર્કિયા કરી પરિવારને સોંપવામાં આવી હતી. આ રીતેનું પ્રસંસનીય કામ કરવા બદલ કલેકટર સાહેબ દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રની પ્રસંશા કરવામાં આવી હતી. બહેનના પિતા દ્વારા નારી સંરક્ષણ કેંદ્રના મેનેજર-ભાવિનાબેન બી.આહિર અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનિય છે કે, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે ૧૮ થી ૫૯ ઉંમરની બહેનોને આશ્રય આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરી બહેનનું પરીવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. આશ્રિત બહેનોનું પુન:સ્થાપન બે પ્રકારે કરવામાં આવે છે. જેમાં અનાથ બહેનોનું લગ્ન દ્વારા તથા રોજગારી પુરી પાડી અથવા નોકરી લગાવીને પુન:સ્થાપન તથા અન્ય બહેનોનું કુટુંબમાં પુન:સ્થાપન તથા અન્ય સંસ્થામાં ફેરબદલી દ્વારા સંસ્થામાં વસવાટ દરમ્યાન આશ્રિત બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.




