BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળા માં ભય સાથે ભણતર, બાળકો જીવ ન જોખમે ભણવા જાયછે. બાલવાડી અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર બે રુમ અને 2 શિક્ષકો.પુલ ક્યારે બનશે

3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો પછાત અને આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે જ્યાં નિરક્ષરતાના વધુ પ્રમાણ ને લઇ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોને સાક્ષર બનાવવા ભણતર માટે અનેક પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે અંબાજી થી પાંચ કિલોમીટર દૂર ના અંતરે આવેલી છાપરી ગામની પ્રાથમિક શાળા જે 2016 થી કાર્યરત છે ને સરકાર દ્વારા શાળા તો બનાવી પણ શાળામાં ભણવા જવા માટે બાળકોને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસામાં રસ્તો પાણી માં ગરકાવ થઇ ગયો છે, ને શાળા ભણવા જતા ધોરણ 1 થી 5 ના બાળકો ભારે જીવના જોખમે ભણવા જતા જોવા મળી રહ્યા છે ને શિક્ષકો પણ નાના બાળકોને પકડીને પાણીમાં રસ્તો પસાર કરવો પડે છે આ શાળામાં જવા એક માત્ર રસ્તો છે જે તેલિયા નદી માંથી પસાર થાય છે ને બાળકો નદીના ના પાણીના પ્રવાહમાં પસાર થવા મજબુર બન્યા છે ને જયારે આ નદીમાં પાણી વધારે આવી જાયતો શાળાના શિક્ષકો બાળકોને લઇ ડુંગરાઓ માંથી શાળા સુધી પહોંચવું પડે છે, ને પહાડોમાં પણ પગ લપસી જવાના ભયના ઓથાર નીચે ભણતર માટે જવું પડે છે આ નદી ઉપર વર્ષો થી પુલ ની માંગ કરવામાં આવી છે પણ તે પણ સંતોષાઈ નથી
જયારે આ શાળામાં બાલવાટિકા સાથે ધોરણ 1થી 5ના વર્ગો ચાલે છે જ્યાં હાલ માંડ 10 થી 15 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે ને ભણવા આવતા બાળકોને પણ પાણી માં તણાઈ જવાનો તેમજ ડુંગરાઓમાં લપસી પાડવાનો ડર લાગતો હોવાથી મોટાભાગે શાળાએ પણ આવતા નથી
જયારે વાલીઓ પણ આવી શાળામાં બાળકોને ભણવા ચોમાસાની ઋતુ માં મોકલતા નથી તો ક્યારેક કેટલાક વાલીઓ એ પણ બાળકોને મુકવા શાળાએ આવવું પડે છે ને તેમાં પણ વધારે વરસાદ હોય ને નદીમાં પાણી નો વહેણ વધતા વાલીઓ બાળકોને પાણીમાં તણાઈ જવાના ડર થી શાળામાં મોકલતા નથી જેનાથી ચોમાસાના ચાર મહિના બાળકોનો અભ્યાસ પણ બગડે છે જેને લઇ રોડ થી શાળા સુધીના પુલની માંગ કરાઈ રહી છે આ શાળામાં 2019 થી માત્ર બે ઓરડા માં જ બાલવાડી અને ધોરણ 1 થી 5ના વર્ગો ચાલે છે તેમાં વર્ગોની ઘટ્ટના કારણે ત્રણ ત્રણ વર્ગ બે રૂમો માં બેસાડવા પડે છે આ બાલવાડી અને ધોરણ 1 થી 5 ના વર્ગો વચ્ચે માત્ર 2 શિક્ષક મુકવામાં આવ્યા છે…..શું…..આ રીતે ભણશે ગુજરાત…. ??
ભૂલનું ચિહ્ન સરનામું મળ્યું નથી
તમારો સંદેશ ahmedbad@loksattajansatta.com પર પહોંચાડવામાં આવ્યો ન હતો કારણ કે સરનામું મળી શક્યું નથી, અથવા મેઇલ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે.
વધુ જાણો
પ્રતિભાવ હતો:
550 5.1.1 તમે જે ઇમેઇલ એકાઉન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે તે અસ્તિત્વમાં નથી. કૃપા કરીને પ્રાપ્તકર્તાના ઇમેઇલ સરનામાંને ટાઇપો અથવા બિનજરૂરી જગ્યાઓ માટે બે વાર તપાસવાનો પ્રયાસ કરો. વધુ માહિતી માટે, https://support.google.com/mail/?p=NoSuchUser d9443c01a7336-23abe39d51dsor107392405ad.9 – gsmtp પર જાઓ. તસવીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!