AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ઉનાળાની હિટવેવને ધ્યાનમાં રાખી શાળાઓમાં શોર્ટ સર્કિટથી સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ઉનાળાની તીવ્ર ગરમી અને હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના શાળાઓમાં શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓને ટાળવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના અપાઈ છે.

જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં આવેલી સરકારી, અનુદાનિત તેમજ ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ઇલેક્ટ્રિકલ સુરક્ષા બાબતે આગોતરા ચકાસણીના નિર્દેશ આપવામાં આવ્યા છે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તમામ વીજ ઉપકરણો અને વાયરીંગની સંપૂર્ણ technically ચકાસણી કરવામાં આવે જેથી શોર્ટ સર્કિટથી થતી આગ જેવી ઘટનાઓને અટકાવી શકાય.

સાથે જ, શાળાઓમાં કાર્યરત વીજપ્રણાલીની યોગ્ય જાળવણી, ઓવરલોડિંગથી બચાવ, સર્કિટ બ્રેકર અને ફ્યુઝના યોગ્ય ઉપયોગ, ઇન્સ્યુલેશનની સ્થિતિ જેવી બાબતોની પણ ચકાસણી કરી તાત્કાલિક જરૂરી મરામત કરવાની સૂચના આપવામાં આવી છે.

દુરઘટના સમયે તાત્કાલિક પ્રતિક્રિયા માટે શાળાઓમાં ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ અને કાર્યરત હોવા જોઈએ. આ ઉપકરણોની એક્સપાયરી તારીખ સહિત તેમની સ્થિતિ પણ નિયમિત રીતે ચકાસવા સહિતની સૂચનાઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આપેલી છે.

‘સલામત શાળા, સુરક્ષિત ભવિષ્ય’ જેવા ધ્યેયમંત્રને અપનાવી શાળાઓએ શિષ્યોના આરોગ્ય અને સલામતી માટે કટિબદ્ધ હોવા પર ભાર મુકવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!