
ઝઘડિયા તાલુકાના રાણીપુરા કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું


૨૫૦ થી વધુ અવનવી વેરાઈટી સાથે આજરોજ સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો
ધી રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટિપરપઝ સોસાયટી લિમિટેડ રાણીપુરા ઝઘડિયા દ્વારા છેલ્લા ચાર વર્ષથી બજારભાવ કરતા રાહત દરે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે, બજારોમાં ચાલતી નફાખોરી થી સોસાયટીના સભાસદોને તથા રાણીપુરા ની આજુબાજુના લોકોને સસ્તા અને સારી ક્વોલિટીના ફટાકડા મળી રહે તેવા આશય સાથે આજરોજ રાણીપુરા કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ફટાકડાનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં શિવાકાશી સહિતની વિવિધ કંપનીઓની ૨૫૦ થી વધુ વેરાઈટી સ્ટોલમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે, રાણીપુરા સોસાયટીના સિનિયર ડિરેક્ટર ભાસ્કરભાઈ ભાઈલાલભાઈ પટેલ ના હસ્તે શ્રીફળ વધેરી રીબીન કાપી સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો,




