BHARUCHGUJARAT

વાગરા ના અટાલી ગામમાં ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ કબ્જે કર્યો

નઈમ દીવાન, વાગરા

ગેરકાયદે માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો

વાગરા તાલુકાના અટાલી ગામમાં સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રીને મળી હતી.ફરિયાદ અન્વયે સોમવારે મોડીરાત્રે ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરી હતી.તપાસ દરમ્યાન એક એસ્કેવેટર મશીન તથા ૦૩ જેટલી ટ્રકો દ્રારા પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા ધ્યાને આવ્યુ હતુ.ખાણ ખનીજ વિભાગે કુલ ૦૧.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દહેજ પોલીસ સ્ટેશન ખાતે વાહન મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તરશાસ્ત્રીની કાર્યવાહી ને પગલે ગેરકાયદે માટી નું ખોદકામ કરતા તત્વો માં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Back to top button
error: Content is protected !!